મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: શારજાહથી આવેલા મુસાફરની ટ્રોલી બેગમાંથી સોનાની પેસ્ટ મળી

સોર્સ: gstv

અમદાવાદ એરપોર્ટ પરથી કસ્ટમ્સ વિભાગે ₹72.28 લાખનું સોનું જપ્ત કર્યું છે. શારજાહથી આવેલા એક મુસાફરની ટ્રોલી બેગમાંથી સોનાની પેસ્ટ મળી આવતા કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્સ યુનિટે કાર્યવાહી હાથ ધરી હતી. બેગના એક્સ-રે સ્કેનિંગ દરમિયાન શંકાસ્પદ તસવીર દેખાતા અધિકારીઓએ સઘન તપાસ કરી હતી. તપાસમાં કાળી પ્લાસ્ટિક શીટમાં છુપાવેલી 495.04 ગ્રામ 24 કેરેટ સોનાની પેસ્ટ મળી આવી હતી. જપ્ત કરાયેલા સોનાની બજાર કિંમત અંદાજે ₹72.28 લાખ હોવાનું સામે આવ્યું છે. કસ્ટમ્સ વિભાગે કસ્ટમ્સ એક્ટ હેઠળ મુસાફરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો