Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Gamkhwar accident in Ahmedabad; 16-year-old boy on his way to tuition crushed by AMC dumper, dies during treatment

VIDEO: Ahmedabadમાં ગમખ્વાર અકસ્માત; ટ્યુશન જઈ રહેલા 16 વર્ષીય કિશોરને AMCના ડમ્પરે કચડ્યો, સારવાર દરમિયાન મોત

Timeછેલ્લું અપડેટ : 01 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

આજે વહેલી સવારે નારોલથી વિશાલા તરફ જતા રોડ પર એક ગમખ્વાર અકસ્માત થયાની ઘટના સામે આવી છે. પીરાણા ડમ્પયાર્ડ ચાર રસ્તા પાસે થયેલા આ અકસ્માતમાં 16 વર્ષીય કિશોરે AMC ના ડમ્પરની ટક્કરે સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો છે. મહત્ત્વનું છે કે, આ ઘટનામાં પરિવારે વ્હાલસોયો ગુમાવતા ભારે માતમ છવાઈ ગયો છે. ડમ્પરચાલક આ અકસ્માત સર્જીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસે આ અંગે ગુનો નોંધી ડમ્પરચાલકની ધરપકડ કરવા માટે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

App Store

આ અકસ્માત અંગે મળતી માહિતી મુજબ, આજે વહેલી સવારે પીપળજમાં રહેતો 16 વર્ષીય કિશોર તેના ઈલેક્ટ્રિક ટુવ્હીલર પર ટ્યુશન જવા નીકળ્યો હતો. ત્યારે પીરાણા પાસે આવેલી દેવ હોટેલ નજીક ફુલ સ્પીડમાં આવતા એક ડમ્પરચાલકે તેને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. જેમાં કિશોર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને સ્થાનિકોએ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. તો આ અકસ્માત સર્જીને ડમ્પરચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સ્થાનિક લોકો દ્રારા આ ઘટના અંગે જાણ કરાતા પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને અકસ્માત અંગે ડમ્પરચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. આ પછી ફરાર ડમ્પરચાલકની ધરપકડ કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે.