Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Criminal cases in Gujarat surged by 3.44 lakh in one year

Gujaratમાં એક વર્ષમાં ક્રિમિનલ કેસમાં 3.44 લાખનો વધારો, ટ્રાયલ કોર્ટમાં દરરોજ સરેરાશ 1028 નવા કેસ

Timeછેલ્લું અપડેટ : 05 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Gujaratમાં એક વર્ષમાં ક્રિમિનલ કેસમાં 3.44 લાખનો વધારો, ટ્રાયલ કોર્ટમાં દરરોજ સરેરાશ 1028 નવા કેસ
સોર્સ : GSTV

ગુજરાતની ટ્રાયલ કોર્ટમાં એક વર્ષમાં ક્રિમિનલ કેસમાં 3.44 લાખનો વધારો થયો છે. ક્રિમિનલ કેસમાં થયેલો આ વધારો ગુજરાતમાં ગુનાખોરીના વધતા પ્રમાણને દર્શાવે છે. બીજી તરફ વર્ષ 2024ની સરખામણીએ 1 ડિસેમ્બર 2025 સુધીમાં સિવિલ કેસમાં 15 હજાર જેટલો ઘટાડો નોંધાયો છે. 

App Store

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતની ટ્રાયલ કોર્ટમાં ગયા વર્ષે 1 ડિસેમ્બર સુધી 12,36,524 હતા અને તે 1 ડિસેમ્બર 2025 સુધી વધીને 16,08,271 થયા છે. આમ, ક્રિમિનલ કેસમાં 3.44 લાખનો વધારો નોંધાયો છે. આ સમયગાળા દરમિયાન ટ્રાયલ કોર્ટમાં ક્રિમિનલ કેસમાં સૌથી વધુ વધારો થયો હોય તેમાં પશ્ચિમ બંગાળ 4.33 લાખ સાથે મોખરે, ગુજરાત બીજા, મહારાષ્ટ્ર 3.37 લાખ સાથે ત્રીજા સ્થાને છે. 

ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડિંગ કેસ 

વર્ષ પેન્ડિંગ કેસ
2021 1,55,006
2022 1,05,625
2023 1,67,825
2024 1,71,948
2025 1,75,092

 

જિલ્લા- નીચલી અદાલતોમાં પેન્ડિંગ કેસ

વર્ષ પેન્ડિંગ કેસ
2021 19,52,262
2022 17,25,939
2023 15,47,276
2024 15,28,794
2025 19,47,262

 

આ સ્થિતિએ એમ પણ કહી શકાય કે ગુજરાતની ટ્રાયલ કોર્ટમાં દરરોજ સરેરાશ 1028 કેસ નોંધાય છે. ગુજરાતની ટ્રાયલ કોર્ટમાં 27 જેટલા કેસ 30-40 વર્ષથી 1 કેસ 40થી 50 વર્ષથી પેન્ડિંગ હોવાનું સામે આવ્યું છે. સમગ્ર દેશની ટ્રાયલ કોર્ટમાં 47769 કેસ 30-40 વર્ષથી ચૂકાદાની રાહમાં છે. બીજી તરફ સિવિલ કેસ 1 ડિસેમ્બર 2024 સુધી 3,54,727 હતા તે 1 ડિસેમ્બર 2025ના ઘટીને 3,39,045 થયા છે. આમ, સિવિલ કેસમાં એક વર્ષમાં 15682નો ઘટાડો થયો છે. 

એક વર્ષમાં કયા રાજ્યમાં સૌથી વધુ ક્રિમિનલ કેસ

રાજ્ય 1 ડિસે. 2024    1 ડિસે.2025     વધારો
પ.બંગાળ 26,90,432     31,23,571     4,33,139
ગુજરાત 12,63,654     16,08,217      3,44,563
મહારાષ્ટ્ર 38,38,316     41,75,617      3,37,301
તામિલનાડુ 7,79,171     10,28,527      2,49,356
કર્ણાટક 11,76,213     13,17,694      1,41,481

 

ગુજરાતની ટ્રાયલ કોર્ટમાં 156 સિવિલ કેસ 30-40 વર્ષથી જ્યારે 6 કેસ 40-50 વર્ષથી પેન્ડિંગ છે. સમગ્ર દેશમાં 4127 સિવિલ કેસ છેલ્લા 40-50 વર્ષથી પેન્ડિંગ હોવાની વિગતો સંસદમાં સરકારે રજૂ કરી છે. 

ગુજરાતની નીચલી અદાલતોમાં સિવિલ કેસની સ્થિતિ

1 ડિસે.2024 સુધી    3,54,727
1 ડિસે.2025 સુધી    3,49,045
30થી 40 વર્ષથી પેન્ડિંગ       156
40થી 50 વર્ષથી પેન્ડિંગ        06