Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : APPLE's first entry in IIM Ahmedabad placements

IIM અમદાવાદના પ્લેસમેન્ટમાં APPLEની પ્રથમ વખત એન્ટ્રી, રિક્રુટર તરીકે 90 જોબ રોલ્સની ઓફર

Timeછેલ્લું અપડેટ : 05 Nov 2025
લાઇવ ટીવીGoogle News
IIM અમદાવાદના પ્લેસમેન્ટમાં APPLEની પ્રથમ વખત એન્ટ્રી, રિક્રુટર તરીકે 90 જોબ રોલ્સની ઓફર
સોર્સ : gstv

એક તરફ અમેરિકાની ટ્રમ્પ સરકાર ભારતીય વિદ્યાર્થીઓને વિવિધ નિયમો થકી આંચકા આપી રહી છે ત્યારે IIM અમદાવાદના પ્લેસમેન્ટમાં એપલે એન્ટ્રી મારતાં મેનેજમેન્ટ જગતમાં આશ્ચર્ય જોવા મળ્યું છે. 

App Store

 હીરો મોટો કોર્પો, એસકેએફ ઈન્ડિયા, ઈન્ટરનલ ગ્રુપ અને અલ્ટીમેટ ક્રોનોસ ગ્રુપ

100 ટકા પ્લેસમેન્ટ સાથે IIM -અમદાવાદે પોતાના આ વર્ષે સમર પ્લેસમેન્ટ પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ-2027 પૂર્ણ કર્યો હતો. જેમાં આ વખતે જાણીતા રિક્રૂટર તરીકે એપલે પણ એન્ટ્રી કરી હતી. જે પ્રથમવાર હતી. એપલની એન્ટ્રી થતાં આઈઆઈએમ-અમદાવાદ ઉપરાંત અનેક મેનેજમેન્ટ વર્તુળોમાં આશ્ચર્ય જોવા મળ્યું હતું. આ ઉપરાંત પ્રથમવાર એન્ટ્રી મારનારા ગ્રુપમાં હીરો મોટો કોર્પો, એસકેએફ ઈન્ડિયા, ઈન્ટરનલ ગ્રુપ અને અલ્ટીમેટ ક્રોનોસ ગ્રુપનો સમાવેશ થયો હતો. 

 90થી વધુ વિવિધ પ્રકારના જોબ રોલ્સ ઓફર 

સોમવારના રોજ ત્રીજા અને છેલ્લા ક્લસ્ટરમાં 90થી વધુ વિવિધ પ્રકારના જોબ રોલ્સ ઓફર કરવામાં આવ્યા હતા. જેમાં ક્લસ્ટર-3 પ્રોસેસમાં 14 સમુહ સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સમુહોમાં કન્ઝ્યુમર ટેકનોલોજી, ગેમિંગ સ્પોટ્‌ર્સ, કન્ઝ્યુમર ઈલેટક્ટ્રોનિક્સ, એન્ટરપ્રાઈઝ ટેક્નોલોજી, બેન્કિંગ અને ઈન્સ્યોરન્સ, એનાલિટિક્સ અને આઈટી કન્સલ્ટન્ટ્‌સ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, એજ્યુકેશન ટેકનોલોજી, રિન્યૂએબલ એનર્જી ગ્રીન એનર્જી, ગ્રીન ટેક્નોલોજી, સોશિયલ એન્ટરપ્રાઈઝ, રિઅલ એસ્ટેટ, ફૂટ એન્ડ ડેઈરી અને એનજીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. 

ટેકનોલોજીના વિવિધ કંપની સમૂહમાં એડોબ, એપલ, માઈક્રોસોફ્‌ટ, મીડિયાનેટ, સેલ્સફોર્સ અને સ્પ્રિન્કલરે વિવિધ ઓફર કર્યા હતા. જે રીતે બજારમાં ફૂડ લોજીસ્ટિક અને ઈકોમર્સ વેબસાઈટની સ્થિતી બદલાઈ છે તે પ્રમાણે ઈન્ટરનલ, ઝોમેટો અને સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ કેટેગરીમાં ભાગ લીધો હતો. 

 IIMમાં હાઈબ્રિડ મોડમાં પ્લેસમેન્ટનું આયોજન કરવામાં આવ્યું

ત્રીજા ક્લસ્ટરના અંતે  IIMએ ફુલ પ્લેસમેન્ટનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો. આ વખતે  IIMમાં હાઈબ્રિડ મોડમાં પ્લેસમેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઓનલાઈન અને ઓફલાઈન કંપનીઓએ ભાગ લઈને વિવિધ ઓફર્સ રજુ કરી હતી. પ્રથમ ક્લસ્ટરમાં 80 રોલ્સ અને બીજા ક્લસ્ટરના અંતે 60 રોલ્સ ઓફર કરવામાં આવતાં ગઈ સાલ કરતાં આ સાલ આઈઆઈએમમાં અનેક ઈન્ટરનેશનલ બ્રાંડે ભાગ લો હતો. પ્રથમ પાંચ રિક્રૂટર તરીકે એક્સેન્ટર સ્ટ્રેટેજી, બોસ્ટોન કન્સલ્ટીંગ ગ્રુપ, મેકકિન્સિ એન્ડ કંપની, બેઈન એન્ડ કંપની અને કિઅર્નિનો સમાવેશ થાય છે.