Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Amitabh Bachchan's granddaughter Navya Nanda gets admission in IIM

બિગ બીની દોહિત્રી નવ્યા નંદાને મળ્યું IIM અમદાવાદમાં એડમિશન, દેશમાં ભણવા બદલ થઈ રહ્યા છે વખાણ

Timeછેલ્લું અપડેટ : 02 Sept 2024
લાઇવ ટીવીGoogle News
બિગ બીની દોહિત્રી નવ્યા નંદાને મળ્યું IIM અમદાવાદમાં એડમિશન, દેશમાં ભણવા બદલ થઈ રહ્યા છે વખાણ

અમિતાભ બચ્ચનને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. તેમની દોહિત્રી નવ્યા નંદા તમને હવે અમદાવાદની જાણીતી મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ IIMAમાં ભણતી જોવા મળશે. હાં, નવ્યા બે વર્ષ માટે બીપીજીપી (બ્લેન્ડેડ પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ) નો અભ્યાસ કરવા માટે IIMAમાં જ રોકાશે.

App Store

કોણ છે નવ્યા? 

નવ્યા નંદા દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન અને અભિનેત્રી જયા બચ્ચનની દોહિત્રી છે. તે અમિતાભની દીકરી શ્વેતા બચ્ચનની દીકરી છે. નવ્યાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની તસવીરો શેર કરી હતી અને વિગતો પણ શેર કરી હતી અને લખ્યું હતું કે મારું સપનું હવે પૂરું થઇ રહ્યું છે. 

નવ્યાના થઈ રહ્યા છે વખાણ, એ સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ 

નવ્યા નંદાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખેલી પોસ્ટમાં જણાવ્યું કે, સપના હકીકતમાં બદલાય છે. આગામી બે વર્ષ બેસ્ટ લોકો અને ફેકલ્ટી સાથે વીતાવીશ. આ દરમિયાન નવ્યાએ તેના મિત્રો સાથે તસવીરો પણ લીધી હતી અને તે પણ શેર કરી હતી. આ ઉપંરાત અમદાવાદની IIM ઈન્સ્ટિટ્યૂટની તસવીરો પણ અપલોડ કરી હતી.

નવ્યાની પોસ્ટ પર એક યુઝરે કોમેન્ટ કરી, 'ચાલો કંઈક તો સામાન્ય જોવા મળ્યું. એક તો તમે ભારતમાં જ અભ્યાસ કરો છો અને બીજું, તમે સામાન્ય કોર્સ કરો છો. બાકી આવા મોટા પરિવારોમાં વિચિત્ર કોર્સ કરે છે જે બહુ ઓછા લોકો કરતા હશે. અન્ય એક યુઝરે લખ્યું, 'BPGP કોર્સ વિશે ક્યારેય સાંભળ્યું નથી, આ શું છે?' જોકે, કેટલાક લોકો પૈસા આપીને એડમિશન લીધું હોવાની પણ વાત કહી રહ્યા છે.