Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Another blow of inflation on the general public, now a big increase in the price of PNG

સામાન્ય પ્રજા પર મોંઘવારીનો વધુ એક માર, હવે PNGના ભાવમાં મોટો વધારો, ગૃહિણીઓનું બજેટ ખોરવાશે

Timeછેલ્લું અપડેટ : 03 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સામાન્ય પ્રજા પર મોંઘવારીનો વધુ એક માર, હવે PNGના ભાવમાં મોટો વધારો, ગૃહિણીઓનું બજેટ ખોરવાશે
સોર્સ : gstv

રાજ્યમાં મોંઘવારી વચ્ચે સામાન્ય માણસ અને ખાસ કરીને મધ્યમ વર્ગના પરિવારોનું બજેટ ફરી એકવાર ખોરવાય તેવા સમાચાર સામે આવ્યા છે. તહેવારોની સિઝન વચ્ચે ગુજરાત ગેસ (Gujarat Gas) દ્વારા ઘરેલું પાઈપ્ડ નેચરલ ગેસ (PNG)ના ભાવમાં નોંધપાત્ર વધારો ઝીંકવામાં આવ્યો છે. કંપની દ્વારા જાહેર કરાયેલા નવા દરો મુજબ 3 સપ્ટેમ્બર 2026થી ગ્રાહકોને ઘરેલું PNG ગેસ ટેક્સ સાથે Rs. 53.22 પ્રતિ SCMના ભાવે મળશે.

લાખો ગ્રાહકોના માસિક ગેસ બિલમાં થશે વધારો

App Store

ગુજરાત ગેસ દ્વારા ઘરેલું વપરાશકારો માટે રાંધણ ગેસના દરોમાં સીધો Rs. 6.53 પ્રતિ SCMનો ધરખમ વધારો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, July 2026માં કંપનીનો ટેક્સ વગરનો મૂળ ભાવ Rs. 46.69 પ્રતિ SCM હતો, જે હવે ટેક્સ અને સુધારેલા દરો સાથે વધારીને Rs. 53.22 કરી દેવાયો છે. 03/09/2026 થી અમલમાં આવેલા આ નવા દરોને કારણે રાજ્યના લાખો ગ્રાહકોના માસિક ગેસ બિલમાં સીધો વધારો જોવા મળશે અને તેમના ખિસ્સા પર આર્થિક બોજ વધશે.