Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Akhil Bharatiya Nyayakta Karmachari Mahasangh delegation meets CJI in person to convey best wishes

અખિલ ભારતીય ન્યાયખાતા કર્મચારી મહાસંઘના પ્રતિનિધિમંડળે મુખ્ય ન્યાયાધીશને રૂબરૂ મળી શુભેચ્છા પાઠવી

Timeછેલ્લું અપડેટ : 01 Oct 2026
લાઇવ ટીવીGoogle News
અખિલ ભારતીય ન્યાયખાતા કર્મચારી મહાસંઘના પ્રતિનિધિમંડળે મુખ્ય ન્યાયાધીશને રૂબરૂ મળી શુભેચ્છા પાઠવી
સોર્સ : Dhaval barot

ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલને સુપ્રીમ કોર્ટમાં પદોન્નતિ બદલ શુભેચ્છા

App Store

અખિલ ભારતીય ન્યાયખાતા કર્મચારી મહાસંઘના પ્રતિનિધિમંડળે રૂબરૂ મળી શુભેચ્છા પાઠવી

અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટના માનનીય ચીફ જસ્ટિસ શ્રીમતી સુનિતા અગ્રવાલને સુપ્રીમ કોર્ટના જજ તરીકે થયેલી પદોન્નતિ બદલ આજે અખિલ ભારતીય ન્યાયખાતા કર્મચારી મહાસંઘ (AIJEC)ના પ્રતિનિધિમંડળ દ્વારા રૂબરૂ મળી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

આ પ્રસંગે અખિલ ભારતીય ન્યાયખાતા કર્મચારી મહાસંઘના અધ્યક્ષ રાજુભાઈ પી. બ્રહ્મભટ્ટના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળે ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલને તેમની પદોન્નતિ બદલ અભિનંદન પાઠવ્યા હતા.

આ મુલાકાત દરમિયાન AIJECના રાષ્ટ્રીય ખજાનચી મનીષ કાપડિયા, AIJECના વેસ્ટ ઝોનના મહામંત્રી તથા મહેસાણા જિલ્લા ન્યાયખાતા કર્મચારી મંડળના પ્રમુખ અભય દેસાઈ, AIJECના જોઈન્ટ સેક્રેટરી તથા અમદાવાદ સિટી સિવિલ કોર્ટ સ્ટાફ મંડળના પ્રમુખ અતુલ અસોંડા, મેટ્રોપોલિટન કોર્ટ સ્ટાફ મંડળના પ્રમુખ કિરણ યાદવ, મહામંત્રી દિવ્યાંગ વેગડા તેમજ મેટ્રોપોલિટન કોર્ટના સિનિયર અને મંડળના માર્ગદર્શક સુરેશભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.
પ્રતિનિધિમંડળે ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલને સુપ્રીમ કોર્ટના જજ તરીકેની નવી જવાબદારી માટે શુભેચ્છાઓ પાઠવી હતી અને તેમના આગામી કાર્યકાળ માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી.