Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Ahmedabad news: Party's mistake in candidate selection in Khadia

Ahmedabad news: ખાડિયામાં ઉમેદવાર પસંદગીમાં પાર્ટીની ભૂલ, મને પૂછ્યું જ નહીં, ભૂષણ ભટ્ટે હારનું ઠીકરું પ્રદેશ નેતાગીરી પર ફોડ્યું

Timeછેલ્લું અપડેટ : 30 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Ahmedabad news: ખાડિયામાં ઉમેદવાર પસંદગીમાં પાર્ટીની ભૂલ, મને પૂછ્યું જ નહીં, ભૂષણ ભટ્ટે  હારનું ઠીકરું પ્રદેશ નેતાગીરી પર ફોડ્યું
સોર્સ : gstv

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભારે બહુમતી સાથે ભાજપે વિજય હાંસલ કર્યો છે. પરંતુ 54 વર્ષના ઇતિહાસમાં ભાજપે ખાડિયા બેઠક ગુમાવવી પડી હતી. જેથી ગઢ આલા, સિંહ ગેલા જેવો ઘાટ સર્જાયો છે. જોકે, પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે ખાડિયાની હારનું ઠીકરું ભાજપ પ્રદેશ નેતાગીરી પર ફોડ્યું હતું. તેમનો આક્ષેપ છે કે, ખાડિયામાં ઉમેદવારોની પસંદગીમાં પક્ષે ભૂલ કરી છે અને અમારું પૂછ્યું જ નથી.

App Store

SIRને લીધે 25 હજાર મતદારો ઘટ્યા

ખાડિયા બેઠકમાં ભાજપની હાર સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બની રહી છે. બેઠક ગુમાવતા પ્રદેશ નેતાગીરી જ નહીં, દિલ્હી હાઈકમાન્ડે પણ ગંભીર નોંધ લીધી છે. દરમિયાન પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે હાર માટે પ્રદેશ નેતાગીરીને જવાબદાર ઠેરવતા કહ્યું કે, ઉમેદવાર નક્કી કરતી વખતે પાર્ટીએ મારો અભિપ્રાય જ લીધો ન હતો. ઉમેદવારોની પસંદગીમાં પક્ષે થાપ ખાધી છે.