Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Ahmedabad /Fraud in the name of traffic memo; downloaded fake app and saved two and a half lakhs of merchant

Ahmedabad / ટ્રાફિક મેમોના નામે ફ્રોડ; નકલી એપ ડાઉનલોડ કરાવી વેપારીના અઢી લાખ સેરવી લીધા

Timeછેલ્લું અપડેટ : 16 Sept 2026
લાઇવ ટીવીGoogle News
Ahmedabad / ટ્રાફિક મેમોના નામે ફ્રોડ; નકલી એપ ડાઉનલોડ કરાવી વેપારીના અઢી લાખ સેરવી લીધા
સોર્સ : gstv

અમદાવાદમાં દરરોજ અલગ-અલગ પ્રકારના સાઈબર ફ્રોડના કિસ્સા પોલીસ ચોપડે નોંધાઈ રહ્યા છે. હવે થલતેજમાં રહેતા એક કેમિકલની ફેક્ટરીના માલિકનો ફોન હેક કરીને હેકરે 2.36 લાખ ટ્રાન્સફર કરી લીધા છે. હેકરે મોબાઇલમાં પરિવહનનો એક ફેક ટેક્સ્ટ મેસેજ મોકલ્યો હતો. જેમાં આપેલી લિંક ઓપન કરીને એપ ઇન્સ્ટોલ કરતા ફેકટરી માલિકનો મોબાઇલ હેક થયો હતો. આ પછી 10 ટ્રાન્ઝેકશન કરીને હેકરે 2.36 લાખ ટ્રાન્સફર કરી લીધા હતા. આ સાયબર ફ્રોડ અંગે જાણ થતા તેમણે પોલીસ ફરિયાદ કરી છે.

App Store

અમદાવાદના થલતેજમાં રહેતા અને છત્રાલ ખાતે કેમિકલ ફેક્ટરી ચાલતા નિસર્ગભાઈ ચવાડિયા સાથે સાયબર ફ્રોડ થયો છે. ગત તારીખ 3 સપ્ટેમ્બરના રોજ તેમના મોબાઈલમાં પરિવહન તરફથી ટ્રાફિક મેમોનો એક ટેક્સ્ટ મેસેજ આવ્યો હતો. આ મેસેજમાં આપેલી લિંક પર ક્લિક કરતા NEXT_GenMPari vahan નામની એક ફેક એપ્લિકેશન ડાઉનલોડ થઈ હતી. તેમણે આ એપ ઇન્સ્ટોલ કરી અને કોન્ટેક્ટ્સ, ગેલેરી અને SMS સહિતની બધી જ પરમિશન આપી દીધી હતી. જોકે, એપમાં ગાડીની કોઈ વિગત ન દેખાતા તેમણે થોડીવારમાં જ એપ ડિલીટ કરી દીધી હતી. પણ હેકરે ફોનનો કંટ્રોલ અને બેંકની વિગતો લઈ લીધી હોવાથી તેમના ફોનમાં OTP આવવાના શરૂ થઈ ગયા હતા.

એ પછી 6 સપ્ટેમ્બરે સાંજે તેમના મોબાઈલમાં એકસાથે 10 ડેબિટ ટ્રાન્ઝેક્શનના મેસેજ આવ્યા હતા. જે અંગે તપાસ કરતા જાણવા મળ્યું કે, હેકરે તેમની કંપનીના બેંકના કરંટ એકાઉન્ટમાંથી રૂપિયા 49,999 અને તેમના બેંકના સેવિંગ એકાઉન્ટમાંથી રૂપિયા 1,86,998 સહિત કુલ રૂપિયા 2,36,997 ટ્રાન્સફર કરી લીધા હતા. આ ફ્રોડની જાણ થતાં જ તેમણે પોલીસ ફરિયાદ કરી હતી.