Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Ahmedabad Civil Hospital's new record: 200 successful 3D laparoscopic surgeries completed in just 2 years

VIDEO: અમદાવાદ સિવિલ હોસ્પિટલનો નવો રેકોર્ડ: માત્ર ૨ વર્ષમાં ૨૦૦ સફળ 3D લેપ્રોસ્કોપિક સર્જરી પૂર્ણ

Timeછેલ્લું અપડેટ : 06 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદ સિવિલ હોસ્પિટલે સરકારી આરોગ્યસેવામાં ગૌરવનો વધુ એક અધ્યાય ઉમેર્યો છે. હોસ્પિટલના યુરોલોજી વિભાગે અત્યાધુનિક 3D લેપ્રોસ્કોપિક ટેકનોલોજીની મદદથી માત્ર બે વર્ષના ટૂંકા ગાળામાં ૨૦૦ જેટલી જટિલ સર્જરીઓ સફળતાપૂર્વક પૂર્ણ કરીને એક નવો માઈલસ્ટોન સ્થાપ્યો છે.કિડની, પ્રોસ્ટેટ, મૂત્રાશય અને કેન્સર જેવા જટિલ રોગોની સારવાર હવે સરકારી હોસ્પિટલમાં વધુ ચોકસાઈ અને ઝડપી રિકવરી સાથે ઉપલબ્ધ બની છે. યુરોલોજી વિભાગના વડા ડૉ. શ્રેણિક શાહના જણાવ્યા મુજબ, 3D ટેકનોલોજી સર્જનને ત્રિ-પરિમાણીય દૃશ્ય પૂરું પાડે છે, જેનાથી ઓપરેશન દરમિયાન મહત્વપૂર્ણ નસો અને રક્તવાહિનીઓની સુરક્ષા વધુ સારી રીતે થઈ શકે છે.

App Store