અમદાવાદના બિલ્ડરને હનીટ્રેપમાં ફસાવી 50 લાખની માંગણી કરી, ગેંગમાંથી એક ઝડપાયો અન્ય હજુ ફરાર
હનીટ્રેપમાં ફસાવી વેપારીઓ પાસેથી પૈસા પડાવવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. હાલમાં જ અમદાવાદ ગ્રામ્યની નળસરોવર પો

હનીટ્રેપમાં ફસાવી વેપારીઓ પાસેથી પૈસા પડાવવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. હાલમાં જ અમદાવાદ ગ્રામ્યની નળસરોવર પોલીસે હનીટ્રેપમાં અનેક લોકોને ફસાવી તોડ કરનાર ટોળકી પકડી પાડી હતી. તેવામાં રાજસ્થાનના રીયલ એસ્ટેટના વેપારીને એક યુવતીએ ફસાવી અમદાવાદમાં સાઈટ બતાવવાના બહાને નરોડામાં બોલાવ્યો હતો. જ્યાંથી અલગ અલગ જગ્યાઓ પર ફેરવી અંતે નર્મદા કેનાલ પાસે લઈ ગઈ હતી.
Year Ender 2024: પાકિસ્તાનની આ ચાર મહિલાઓ ગૂગલ પર આ વર્ષે ખુબ સર્ચ થઈ
જ્યાં અચાનક એક કારમાં 3 જેટલા શખ્સો આવ્યા અને યુવતીના પતિ તરીકેની ઓળખ આપી હતી. યુવતીએ પણ વેપારીને ફસાવવા વેપારીએ તેની સાથે દુષ્કર્મ કર્યો છે તેવુ જણાવી તમામ આરોપીઓ ભેગા મળી વેપારીનું અપહરણ કરી 50 લાખની માંગણી કરી હતી, વેપારી પાસેથી એક લાખ રોકડા, સોનાની ચેઈન, વીંટી પડાવી લઈ દહેગામ હાઈવે પર ઉતારી ફરાર થઈ ગયા હતા.
આ પણ વાંચો : ફેર એન્ડ હેન્ડસમ ક્રીમ લગાવ્યા પછી પણ છોકરો ગોરો ન થયો, કોર્ટે કંપની પર લગાવ્યો 15 લાખનો દંડ
અંતે આ મામલે નરોડા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા નરોડા પોલીસે આરોપીઓ સાથે ગુનામાં સામેલ જયરાજસિંહ બોરિચા નામના યુવકની ધરપકડ કરી છે, તેની સાથે આ ગુનામાં સામેલ મંગળુ ખાચર, વીજય ઉર્ફે ભીખો, શિતલ પટેલ ઉર્ફે હીના સહિત અન્ય એક યુવતી હતી. જેથી ફરાર આરોપીઓની પોલીસે શોધખોળ હાથ ધરી છે. આ ટોળકીએ અનેક લોકોને ભોગ બનાવી છે, જેથી નરોડા પોલીસે અન્ય ભોગ બનનારની તપાસ હાથ ધરી છે.






