Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Ahmedabad / A 19-year-old student caught in the trap of perverted lover, demanded money for dating by threatening to make the video viral.

Ahmedabad / વિકૃત પ્રેમીના જાળમાં ફસાઈ 19 વર્ષીય વિદ્યાર્થીની, વીડિયો વાયરલ કરવાની ધમકી આપી ડેટિંગ માટે પૈસા માગ્યા

Timeછેલ્લું અપડેટ : 17 Aug 2026
લાઇવ ટીવીGoogle News
Ahmedabad / વિકૃત પ્રેમીના જાળમાં ફસાઈ 19 વર્ષીય વિદ્યાર્થીની, વીડિયો વાયરલ કરવાની ધમકી આપી ડેટિંગ માટે પૈસા માગ્યા
સોર્સ : gstv

ઘુમામાં રહેતી અને ખાનગી યુનિવર્સિટીમાં ફોરેન્સિક સાયન્સના બીજા વર્ષમાં અભ્યાસ કરતી 19 વર્ષીય વિદ્યાર્થીની સાથે તેના જ પ્રેમીએ વિકૃત કૃત્ય કર્યાની ઘટના સામે આવી છે. સેટેલાઇટ વિસ્તારમાં રહેતા કર્તવ્ય મણિયાર નામના યુવકે ગત 2 ઓગસ્ટના રોજ વીડિયો કોલ કરી પોતાનું ઇન્સ્ટાગ્રામ બરાબર ચાલતું ન હોવાનું બહાનું કાઢીને યુવતી પાસેથી તેનો પાસવર્ડ મેળવી લીધો હતો. ત્યારબાદ તેણે ન્યૂડ વીડિયો કોલ રેકોર્ડ કરીને યુવતીને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. આરોપીએ યુવતીને ડરાવી ધમકાવીને તેના પગના સાથળ પર કાતર વડે પોતાના નામનો પહેલો અક્ષર કોતરવા મજબૂર કરી હતી. એટલું જ નહીં યુવકે વિડિઓ વાઇરલ કરવાની ધમકી આપી રૂપિયા પણ લીધા હતા. જે બાદ યુવતીએ કર્તવ્ય મણિયાર સામે બોપલ પોલીસ મથકે ફરિયાદ લખવી છે.

App Store

રેકોર્ડ કરેલા વીડિયોનો ડર બતાવીને કર્તવ્યે યુવતી પાસે વિચિત્ર માંગણીઓ કરી હતી. તેણે ધમકી આપી હતી કે જો તે અલગ અલગ છોકરીઓ સાથે ડેટિંગ કરવા માટે દર મહિને 10000 રૂપિયા નહીં આપે તો તે આ વીડિયો વાયરલ કરી દેશે. ડરી ગયેલી યુવતીએ શરૂઆતમાં 4000 રૂપિયા ટ્રાન્સફર પણ કર્યા હતા. આમ છતાં, આરોપીએ યુવતીના જ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તેનો ચહેરો બ્લર કરીને બિભત્સ લખાણ સાથે ફોટો અને સ્ટોરી અપલોડ કરી દીધી હતી. આ ઉપરાંત, તેણે યુવતીને અન્ય કોઈ વ્યક્તિ સાથે સંબંધ ન રાખવાની પણ ધમકી આપી હતી.

આ ત્રાસથી કંટાળીને યુવતીના મિત્રોએ પહેલા કર્તવ્યને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો અને ત્યારબાદ યુવતીએ તેને બ્લોક કરી દીધો હતો. પરિસ્થિતિ વધુ બગડતા યુવતીના માતાપિતાએ આરોપીના પરિવારજનો સાથે વાતચીત કરીને મામલો થાળે પાડવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ કોઈ યોગ્ય સમાધાન આવી શક્યું ન હતું. આખરે સતત બદનામી અને બ્લેકમેલિંગથી હેરાન થઈને પીડિતાએ કર્તવ્ય મણિયાર વિરુદ્ધ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હાલમાં પોલીસ દ્વારા આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.