Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Accident on Ahmedabad-Dholera Express Highway, one killed as luxury bus overturns

અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઇવે પર સર્જાયો અકસ્માત, લક્ઝરી બસ પલટી મારતા એકનું મોત

Timeછેલ્લું અપડેટ : 21 Jun 2026
લાઇવ ટીવીGoogle News
અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઇવે પર સર્જાયો અકસ્માત, લક્ઝરી બસ પલટી મારતા એકનું મોત
સોર્સ : gstv

અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઇવે પર ખાનગી બસે કાબૂ ગુમાવતાં 1 વ્યક્તિનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે જ્યારે 15થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. અમદાવાદથી ભાવનગર તરફ જઈ રહેલી એક ખાનગી લક્ઝરી બસ અચાનક હાઈવે પર પલટી મારી ગઈ હતી. આ અકસ્માતને પગલે હાઇવે પર ચીસાચીસ મચી હતી, સ્થાનિક લોકો તેમજ તંત્ર દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.

App Store

5 જેટલી 108 એમ્બ્યુલન્સની મદદ લેવાઈ

ઘટનાની જાણ થતાં જ કોઠ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. આ સાથે જ બગોદરા, ધોળકા અને વટામણ સહિતની આસપાસની 5 જેટલી 108 એમ્બ્યુલન્સ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી. બસમાં ફસાયેલા મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ધોળકાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ગોતામાં સીમંત પ્રસંગમાં હાજરી આપી પરત ફરી રહ્યા હતા

મળતી માહિતી મુજબ, આ ખાનગી લક્ઝરી બસમાં સવાર તમામ મુસાફરો ભાવનગરના વતની હતા. તેઓ અમદાવાદના ગોતા વિસ્તારમાં આયોજિત એક સીમંત પ્રસંગમાં હાજરી આપવા માટે આવ્યા હતા. પ્રસંગ પૂર્ણ કરીને જ્યારે તેઓ ખુશી-ખુશી પોતાના વતન ભાવનગર પરત ફરી રહ્યા હતા, ત્યારે અધવચ્ચે જ કમનસીબ અકસ્માત સર્જાયો હતો.