Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : ACB's big action in Ahmedabad, chief fire officer Amit Dongre in bribe case

અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી, 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે અને વચેટિયો સકંજામાં

Timeછેલ્લું અપડેટ : 07 Aug 2026
લાઇવ ટીવીGoogle News
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી, 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે અને વચેટિયો સકંજામાં
સોર્સ : AI

અમદાવાદ મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં ભ્રષ્ટાચારનો મોટો ધડાકો થયો છે. અમદાવાદના ચીફ ફાયર ઓફિસર (વર્ગ-1) અમિતકુમાર આનંદરાવ ડોંગરે અને તેમના વચેટિયા ભાવસિંહ ઝાલા સામે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. બિલ્ડિંગની ફાયર NOC મંજૂર કરવાના બહાને લાંચ માંગવાના આ પ્રકરણમાં ACBએ ટ્રેપ ગોઠવીને વચેટિયાને રંગેહાથ ઝડપી લીધો છે.

App Store

શું છે સમગ્ર મામલો?

મળતી માહિતી મુજબ, ફરિયાદી ફાયર સેફટી ઓફિસર (FSO) તરીકે કામ કરે છે અને અમદાવાદ શહેરની વિવિધ બિલ્ડિંગોમાં ફાયર સેફટીને લગતી સેવાઓ આપે છે. તેમણે અમદાવાદ શહેરની કુલ 6 બિલ્ડિંગોની ફાયર NOC મંજૂર કરાવવા માટે ગુજરાત સરકારના પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી હતી. આ એન.ઓ.સી. મંજૂર કરવાના બદલામાં આરોપી વચેટિયા ભાવસિંહ ઝાલાએ દરેક NOC દીઠ 6,000 લેખે કુલ 36,000ની લાંચની માંગણી કરી હતી.

મેમનગર પાસે ACBએ ગોઠવી સફળ ટ્રેપ

ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે આ અંગે ACB પોલીસ સ્ટેશનમાં જાગૃત નાગરિક તરીકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ACBએ યોજના બનાવીને વિજય ચાર રસ્તા, મેમનગર (યશ એકવા કોમ્પ્લેક્ષ પાસે) રોડ પર સરકારી પંચોની હાજરીમાં ટ્રેપ ગોઠવી હતી.
જ્યારે વચેટિયો ભાવસિંહ ઝાલા ફરિયાદી પાસેથી 36,000 સ્વીકારી રહ્યો હતો, ત્યારે જ ACBની ટીમે તેને રંગેહાથ ઝડપી પાડ્યો હતો.

ચીફ ફાયર ઓફિસરની સંમતિ આવતા સકંજો કસાયો

ટ્રેપ દરમિયાન વચેટિયાએ ચીફ ફાયર ઓફિસર અમિતકુમાર ડોંગરે સાથે ફોન પર વાતચીત કરી હતી, જેમાં ચીફ ફાયર ઓફિસરે પણ આ લાંચની રકમ સ્વીકારવા માટે સંમતિ આપી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. ચીફ ફાયર ઓફિસરના કહેવાથી જ વચેટિયાએ લાંચ માંગી અને સ્વીકારીને એકબીજાને ગુનામાં મદદગારી કરી હોવાનું સામે આવ્યું છે. હાલમાં ACB દ્વારા બંને આરોપીઓ વિરૂદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.