Video: મહિલાઓની સુવિધા માટે મનપાનો મોટો નિર્ણય

અમદાવાદ શહેરમાં મહિલાઓની સુરક્ષા અને સ્વચ્છતા માટે AMC દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. જે મુજબ વર્લ્ડ ટોઇલેટ ડે નિમિત્તે અંદાજિત રૂપિયા 5 કરોડ 77 લાખના ખર્ચે નવા 19 આધુનિક પિંક ટોઇલેટ બનાવવાનું આયોજન કરાયું છે. હાલ શહેરમાં કાર્યરત 16 પિંક ટોઇલેટ કાર્યરત છે જેમાં નવા 19 નો ઉમેરો થશે જેથી પિંક ટોઈલેટની કુલ સંખ્યા 35 થશે. આ સુવિધામાં બેબી ફીડિંગ રૂમ, ડાયપર ચેન્જિંગ રૂમ, સેનેટરી પેડ વેન્ડિંગ મશીન, ઇન્સિનરેટર અને દિવ્યાંગ મહિલાઓ માટે ખાસ વ્યવસ્થા હશે. દરેક ટોઇલેટ ખાતે મહિલા કેરટેકરની નિમણૂક કરવામાં આવશે. વર્ક ઓર્ડર મળ્યાના એક વર્ષમાં બાંધકામ પૂર્ણ કરવાનું લક્ષ્ય રખાયું છે. સાથોસાથ કોન્ટ્રાક્ટરને જ 5 વર્ષ સુધી જાળવણીની જવાબદારી સોંપવામાં આવશે. આ પગલાંથી શહેરની મહિલાઓને બહાર નીકળતી વખતે વધુ સુરક્ષિત અને સ્વચ્છ સુવિધા મળશે. AMCના આ આયોજનથી શહેરના વિવિધ ઝોનમાં સ્વચ્છતા અભિયાનને પણ નવું બળ મળશે.














