Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : A gas employee was fatally attacked after a robbery attempt failed in Ahmedabad

VIDEO: અમદાવાદમાં લૂંટનો પ્રયાસ નિષ્ફળ ગેસ કર્મચારી પર જીવલેણ હુમલો

Timeછેલ્લું અપડેટ : 03 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અમદાવાદના વાંચ ગામ પાસે સ્વામિનારાયણ મંદિર નજીક લૂંટના પ્રયાસની ઘટના સામે આવી છે. બાઈક અને એક્ટિવા પર આવેલા ચાર હુમલાખોરોએ ગેસ એજન્સીના કર્મચારીને ઘેરી હુમલો કર્યો હતો. જોકે કર્મચારીએ જીવના જોખમે પ્રતિકાર કરીને પૈસાનો થેલો બચાવી લીધો હતો. લૂંટારૂઓ કર્મચારીની સોનાની ચેઈન તોડી ફરાર થઈ ગયા હતા. હુમલામાં કર્મચારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. બૂમાબૂમ સાંભળી સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં વિવેકાનંદ નગર પોલીસે નાકાબંધી કરીને આરોપીઓને ઝડપી પાડવા અલગ-અલગ ટીમો રવાના કરી છે. ઇજાગ્રસ્ત કર્મચારીને તાત્કાલિક એલ.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસે ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે.

App Store