Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : 12-year-old boy dies after being trapped in a lift while returning home from school in Narol

નારોલમાં શાળાથી ઘરે પરત ફરતા 12 વર્ષના બાળકનું લિફ્ટમાં ફસાઈ જવાથી મોત, માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો

Timeછેલ્લું અપડેટ : 29 Sept 2026
લાઇવ ટીવીGoogle News
નારોલમાં શાળાથી ઘરે પરત ફરતા 12 વર્ષના બાળકનું લિફ્ટમાં ફસાઈ જવાથી મોત, માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો
સોર્સ : gstv

અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં આવેલી શાંતિ શુક્ર સોસાયટીમાં લિફ્ટ દુર્ઘટનામાં 12 વર્ષના માસૂમ બાળકને જીવ ખોવાનો વારો આવ્યો છે. શાળાએથી અભ્યાસ પૂરો કરીને ઘરે પરત ફરી રહેલા આ બાળકે ઉપરના માળે જવા માટે લિફ્ટનો ઉપયોગ કર્યો હતો. તે દરમિયાન અચાનક જ ટેકનિકલ ખામી સર્જાતાં લિફ્ટ ધડાકાભેર નીચે પછડાઈ હતી, જેમાં બાળકનું ગળું લિફ્ટ વચ્ચે ફસાઈ ગયું હતું.

App Store

સોસાયટીમાં અફરાતફરી અને આક્રંદનો માહોલ

લિફ્ટમાં ગળું ફસાઈ જવાને કારણે ગંભીર ઈજાઓ પહોંચતાં માસૂમ બાળકે ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. અચાનક બનેલી આ ઘટનાથી સોસાયટીમાં અફરાતફરી અને આક્રંદનો માહોલ સર્જાયો હતો. આસપાસના રહીશો તુરંત મદદ માટે દોડી આવ્યા હતા, પરંતુ બાળકને બચાવી શકાયો ન હતો. એક હસતા-રમતા બાળકનું આ રીતે અકાળે અવસાન થતાં પરિવાર પર પહાડ તૂટી પડ્યો છે.

લાલબત્તી સમાન ઘટના કિસ્સો

આ કરૂણ દુર્ઘટના બહુમાળી બિલ્ડિંગમાં રહેતા નાગરિકો અને સોસાયટી સંચાલકો અને માતા-પિતા માટે લાલબત્તી સમાન છે. લિફ્ટનું સમયસર સર્વિસિંગ, સુરક્ષા ચકાસણી અને યોગ્ય મેન્ટેનન્સ ન કરાવવામાં આવે તો તે કેવું જીવલેણ સ્વરૂપ ધારણ કરી શકે છે તેનો આ ઘટના પુરાવો છે. સોસાયટીઓમાં લિફ્ટની ટેકનિકલ ખામીઓને ક્યારેય હળવાશથી ન લેવી જોઈએ તેમજ નાના બાળકો એકલા લિફ્ટનો ઉપયોગ ન કરે તેની ખાસ કાળજી રાખવી જરૂરી છે.