મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ ટ્રાફિક પોલીસે વિદેશથી આવેલા શખ્સને લૂંટ્યો, પાસપોર્ટ અને 20 હજાર પડાવ્યા

અમદાવાદમાં ફરી એક વખત તોડકાંડની શરમજનક ઘટના બની છે. મસ્કતથી પરત આવેલા શખ્સને દારૂના ખોટા કેસમાં ફસાવી દેવા

અમદાવાદ ટ્રાફિક પોલીસે વિદેશથી આવેલા શખ્સને લૂંટ્યો, પાસપોર્ટ અને 20 હજાર પડાવ્યા

અમદાવાદમાં ફરી એક વખત તોડકાંડની શરમજનક ઘટના બની છે. મસ્કતથી પરત આવેલા શખ્સને દારૂના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી 20 હજાર રૂપિયા પડાવ્યા હતા.ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

શું છે ઘટના?

અમદાવાદના એપોલો સર્કલથી વૈષ્ણોદેવી ચાર રસ્તા તરફ ટોલટેક્સ પાસે મસ્કતથી આવેલા વ્યક્તિને પોલીસનો કડવો અનુભવ થયો હતો.મસ્કતથી આવેલા પંકજ ભાઇની કારને ટ્રાફિકના જવાનોએ રોકી હતી અને સામાનની તપાસ કરતા લીકરની બે બોટલ મળી આવી હતી. તે બાદ ટ્રાફિકના જવાનોએ વિદેશથી આવેલા શખ્સનો પાસપોર્ટ જપ્ત કરીને કેસમાં ફસાવવાની ધમકી આપી હતી અને પતાવટ માટે દોઢ લાખ માંગ્યા હતા. અંતે રકઝકના અંતે 20 હજાર રૂપિયા અને લીકરની બન્ને બોટલો ટ્રાફિક પોલીસના જવાનોએ પડાવી લીધી હતી.નિકોલમાં મુંબઇના વેપારીને રોકીને સાડા પાંચ લાખનો તોડ કર્યાની શાહી સુકાઇ નથી ત્યાં નવી તોડની ઘટના પ્રકાશમાં આવતા અમદાવાદ પોલીસ પર સવાલ ઉભા થયા છે.

આ અંગે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી. ટોલટેક્સ પાસે તોડ કરનારા ટ્રાફિકના 2 પોલીસ કોન્સ્ટેબલ અને 2 ટીઆરબી જવાન હોવાનું સામે આવ્યું છે.આ ઘટનામાં ચાંદખેડા પોલીસે ચારેય આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો