મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદનો વિદ્યાર્થી 'રવિન્દ્ર રત્ન' પુરસ્કારથી સન્માનિત, મળી અનોખી સિદ્ધિ

અમદાવાદની જેજી ઈન્ટરનેશનલ સ્કૂલના IBDP બેચ 2023-25 ના વિદ્યાર્થીઓમાં ફેનિલ શાહે રાષ્ટ્રીય તેમજ આ

અમદાવાદનો વિદ્યાર્થી 'રવિન્દ્ર રત્ન' પુરસ્કારથી સન્માનિત, મળી અનોખી સિદ્ધિ

 અમદાવાદની જેજી ઈન્ટરનેશનલ સ્કૂલના IBDP બેચ 2023-25 ના વિદ્યાર્થીઓમાં ફેનિલ શાહે રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબજ નામના મેળવી છે. ફેનિલ શાહને શૈક્ષણિક સક્રિયતાથી સામાજિક પ્રેરણા માટે ગુજરાત રાજ્યનો પ્રખ્યાત 'રવિન્દ્ર રત્ન' પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યો છે. ફેનિલને અપાયેલ આ પુરસ્કાર તેની નિરંતર મહેનત, અથાક સમર્પણ અને વર્ગખંડની બહારના ક્ષેત્રમાં અર્થપૂર્ણ યોગદાનને ઉજાગર કરે છે.

રાજ્યમાં રાષ્ટ્રીય નાગરિક પુરસ્કાર શિક્ષણ, કલા, સંસ્કૃતિ અને સામાજિક કલ્યાણ જેવા ક્ષેત્રમાં અદ્ભૂત પ્રતિબદ્ધતા દાખવનાર વ્યક્તિઓને આપવામાં આવે છે.  જેજી ઈન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થી ફેનિલને થિયરી ઓફ નોલેજ વિષયના અભ્યાસક્રમ વિકાસ માટેના ફોક્સ ગ્રૂપ માટે પણ પસંદ કરવામાં આવ્યો છે. જે આંતરરાષ્ટ્રિય બેક્લોરિયેટ દ્વારા આયોજિત હોય છે. આ ગ્રૂપ દ્વારા વિશ્વભરના શિક્ષકો અને પૂર્વ વિદ્યાર્થીઓને જોડી અભ્યાસક્રમ વિકાસ કામગીરી કરવામાં આવશે. બંને સિદ્ધિઓ મેળવી ફેનિલે સ્કૂલનું તેમજ શહેરનું અને પરિવારનું નામ રોશન કર્યું છે.

આ સમાચાર શેર કરો