અમદાવાદ: SMPICના પ્રોફેસરે વિદ્યાર્થિનીને કર્યા અશ્લિલ મેસેજ, યુવતીની ફરિયાદ બાદ કોલેજે પ્રોફેસરને કર્યો સસ્પેન્ડ
અમદાવાદની GLS યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલી SMPIC કોલેજ વિવાદમાં આવી છે. કોલેજના ત્રીજા વર્ષની વ

અમદાવાદની GLS યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલી SMPIC કોલેજ વિવાદમાં આવી છે. કોલેજના ત્રીજા વર્ષની વિદ્યાર્થિની પાસે પ્રોફેસર ભાવિક સવાદિયાએ બીભત્સ માંગ કરી છે. પ્રોફેસર ચાર મહિનાથી વિદ્યાર્થિનીને મેસેજ કરતો હતો, લંપટ પ્રોફેસર વિદ્યાર્થિનીને પોતાની સાથે આવવા માટે મેસેજ પણ કરતો હતો.
યુવતી પ્રોફેસરથી કંટાળી ગઈ હતી
યુવતી પ્રોફેસરથી કંટાળી ગઈ હતી. પ્રોફેસરના ત્રાસથી યુવતીએ કોલેજમાં ફરિયાદ દાખલ કરી હતી. કોલેજે પ્રોફેસર ભાવિક સવાદિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. શરીરના વિવિધ પાર્ટના વિશો વાતો કરતો હતો અને અશ્લિલ ફોટાની સતત માંગ કરતો હતો.
લંપટ પ્રોફેસર 4 મહિનાથી સતત મેસેજ કરતો
વિદ્યાર્થિનીને એકાઉન્ટનો પ્રોફેસર સતત 4 મહિનાથી વોટ્સએપ પર મેસેજ કરીને ફોટોઝ અને વિડિયોની માંગ કરતો હતો. પોતાની સાથે અજ્ઞાત સ્થળ પર આવવા માટે દબાણ કરતો હતો. જોકે વિદ્યાર્થિનીએ તમામ મેસેજને ઈગ્નોર કરતી હતી. ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થિનએ હિંમત દાખવીને પ્રોફેસ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.






