VIDEO: અમદાવાદ / કાળઝાળ ગરમીમાં બ્લેક આઈબીસ પક્ષીનું રેસ્ક્યુ
અમદાવાદના સોલા વિસ્તારમાં ડિહાઇડ્રેશનના કારણે નબળી હાલતમાં એક બ્લેક આઇબીસ પક્ષી જમીન પર પડેલું જોવા

અમદાવાદના સોલા વિસ્તારમાં ડિહાઇડ્રેશનના કારણે નબળી હાલતમાં એક બ્લેક આઇબીસ પક્ષી જમીન પર પડેલું જોવા મળતાં તેને બચાવવા તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું. ઘટનાની જાણ થતાં એનીમલ લાઈફ કેરના વિજય ડાભી સ્થળ પર પહોંચ્યા અને પક્ષીને સુરક્ષિત રીતે બચાવ્યું હતું. પ્રાથમિક સારવાર આપ્યા બાદ પક્ષીને વધુ સારવાર માટે ફોરેસ્ટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. વિજય ડાભીએ જણાવ્યું કે હાલની કાળઝાળ ગરમીમાં ડિહાઇડ્રેશનના કારણે અનેક પક્ષીઓ નબળા પડી રહ્યા છે. તેમણે નાગરિકોને ઘરો, બાલ્કની અને આસપાસના વિસ્તારોમાં પક્ષીઓ માટે પાણી અને દાણાની વ્યવસ્થા કરવાની અપીલ કરી હતી.




