મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદમાં ગુમ થયેલા 2 જોડિયાભાઈ હેમખેમ મળી આવ્યા

અમદાવાદના વટવામાંથી ગુમ થયેલા ૧૨ વર્ષના જોડિયા ભાઈઓ પીયુષ અને આયુષ હેમખેમ મળી આવ્યા છે. ૩૧ મેના રોજ ઘરેથી કોઈને કહ્ય

અમદાવાદના વટવામાંથી ગુમ થયેલા ૧૨ વર્ષના જોડિયા ભાઈઓ પીયુષ અને આયુષ હેમખેમ મળી આવ્યા છે. ૩૧ મેના રોજ ઘરેથી કોઈને કહ્યા વગર સાયકલ લઈને નીકળેલા બંને બાળકો ટ્રેન મારફતે વડોદરા થઈને મુંબઈ સુધી પહોંચી ગયા હતા. વટવા પોલીસે સતત ચાર દિવસ સુધી આશરે ૪૦૦ CCTV ફૂટેજનું વિશ્લેષણ કરીને વટવા રેલ્વે સ્ટેશનથી વડોદરા સુધીના સીસીટીવી નેટવર્ક દ્વારા તેમનો પીછો કર્યો અને વડોદરા સ્ટેશન પરથી બંનેને શોધી કાઢ્યા. પોલીસે બાળકોને સુરક્ષિત રીતે અમદાવાદ લાવીને તેમના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું છે. વટવા પોલીસની આ ત્વરિત અને સરાહનીય કામગીરીને બહાલી મળી રહી છે.

આ સમાચાર શેર કરો