અમદાવાદ - રાજકોટ હાઈવે પર સાધુના વેશમાં આવીને શખ્સો લૂંટ મચાવીને ફરાર
અમદાવાદ - રાજકોટ હાઈવે પર લૂંટનો બનાવ બન્યો હતો. અમદાવાદના દંપતી સાથે લૂંટની ઘટ

અમદાવાદ - રાજકોટ હાઈવે પર લૂંટનો બનાવ બન્યો હતો. અમદાવાદના દંપતી સાથે લૂંટની ઘટના બની હતી. અમદાવાદ ગ્રામ્યમાં ખાસ કરીને બગોદરા અને તેની આસપાસના ક્ષેત્રોમાં ચોરીની ઘટના વધી રહી છે.
દંપતીને લૂંટીને શખ્સો ફરાર
અમદાવાદના અમરાઈવાડીમાં રહેતા કાંતિભાઈ ચાવડા અને હંસાબેન ચાવડા બગોદરા પાસેથી એક્ટિવા પર જઈ રહ્યાં હતા, ત્યારે દંપતીના ગળામાં પહેરેલ સોનાની ચેનની લૂંટ કરવામાં આવી હતી.
શખ્સો સાધુ વેશમાં આવેલા લૂંટારો કાર લઈ ફરાર
લૂંટ કરવાવાળા આવેલા શખ્સો સાધુ વેશમાં આવેલા લૂંટારો કાર લઈ ફરાર થઈ ગયા હતા.લૂંટની ઘટના મામલે દંપતીએ બગોદરા પોલીસ સ્ટેશનમાં આ મુદ્દે ફરિયાદ દાખલ કરી હતી.






