અમદાવાદ વિમાન દુર્ઘટનામાં NIA-ATSની પણ એન્ટ્રી, બ્લેકબૉક્સનો ભાગ મળ્યો, DVRની તપાસ થશે
અમદાવાદમાં મોટી વિમાન દુર્ઘટના બની હતી. અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની AI171 ફ્લાઇટ ટેક ઓફની સાથે જ ક્રેશ થઇ ગઇ હ

અમદાવાદમાં મોટી વિમાન દુર્ઘટના બની હતી. અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની AI171 ફ્લાઇટ ટેક ઓફની સાથે જ ક્રેશ થઇ ગઇ હતી. આ દુર્ઘટનામાં 241 મુસાફરોના મોત થયા હતા જ્યારે એક જ વ્યક્તિ જીવિત બચ્યો હતો. વિમાન જ્યા ક્રેશ થયું તે બીજે મેડિકલ હોસ્ટેલની મેસમાં જમતા ઇન્ટર્ન પણ આ દુર્ઘટનાનો ભોગ બન્યા હતા. આ વિમાન દુર્ઘટનામાં 274 લોકોના મોત થયા હોવાનું જાણવા મળે છે. આ ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું હતું.




