અમદાવાદ: ઓઢવ પોલીસે એક જ રાતમાં બિલ્ડરની હત્યાનો ભેદ ઉકેલ્યો, રાજસ્થાનથી આરોપીને ઉઠાવીને લાવી
વિરાટનગર બ્રિજ નીચે એક મોંઘેરી કાર ઊભી હતી અને તેમાં બિલ્ડર હિંમત રુદાણીની લાશ પડી હતી. તેમના શર

વિરાટનગર બ્રિજ નીચે એક મોંઘેરી કાર ઊભી હતી અને તેમાં બિલ્ડર હિંમત રુદાણીની લાશ પડી હતી. તેમના શરીર પર કોઈ તીક્ષ્ણ હથિયાર વડે અનેક ઘા ઝીંકવામાં આવ્યા હોવાની જાણકારી સામે આવી છે. ઘટનાની જાણકારી મળતાં જ સમગ્ર વિસ્તારમાં સોંપો પડી ગયો હતો અને લોકોની ભારે ભીડ એકઠી થઇ હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિને કાબૂમાં લીધી હતી અને વિસ્તારને કોર્ડન કરીને મૃતદેહ કબજે લઇને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. રિપોર્ટ આપ્યા બાદ વધુ વિગતો સામે આવી શકે છે. હાલમાં પોલીસે હત્યારાને શોધી કાઢવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
(૧) હિંમાશું ઉર્ફે રાહુલ હરીશભાઇ રાઠોડ રહે.હિરાવાડી, ચાર રસ્તા અમદાવાદ શહેર
(૨) પપ્પુ હિરાજી મેઘવાલ રહે.જાવલ સિરોહી
(૩) કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક
હત્યાના ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા
વિરાટનગરમાં બિલ્ડરની હત્યા કરાયેલી હાલતમાં કારમાંથી મૃતદેહ મળ્યો હતો.ઓઢવ પોલીસે એક જ રાતમાં હત્યાના ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. મળતા અહેવાલ પ્રમાણે ત્રણેય આરોપીઓને રાજસ્થાનના સિહોરમાંથી દબોચ્યા હતા. બિલ્ડરની હત્યા મામલે પોલીસની પ્રાથમિક તપાસમાં રૂપિયાની લેતીદેતી હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી અનુસાર વિરાટનગર બ્રિજ નીચે એક મોંઘેરી કાર ઊભી હતી અને તેમાં બિલ્ડર હિંમત રુદાણીની લાશ પડી હતી. તેમના શરીર પર કોઈ તીક્ષ્ણ હથિયાર વડે અનેક ઘા ઝીંકવામાં આવ્યા હોવાની જાણકારી સામે આવી છે. ઘટનાની જાણકારી મળતાં જ સમગ્ર વિસ્તારમાં સોંપો પડી ગયો હતો અને લોકોની ભારે ભીડ એકઠી થઇ હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિને કાબૂમાં લીધી હતી અને વિસ્તારને કોર્ડન કરીને મૃતદેહ કબજે લઇને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.






