મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદમાં ભાજપના નેતાઓ જ બુટલેગરોથી સલામત નથી, પિતા-પુત્ર પર 10થી વધુ આરોપીઓએ કર્યો જીવલેણ હુમલો

અમદાવાદને સુરક્ષિત રાખવાના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના દાવા પોકળ સાબિત થયા

અમદાવાદમાં ભાજપના નેતાઓ જ બુટલેગરોથી સલામત નથી, પિતા-પુત્ર પર 10થી વધુ આરોપીઓએ કર્યો જીવલેણ હુમલો

અમદાવાદને સુરક્ષિત રાખવાના ગૃહ રાજ્યમંત્રી  હર્ષ સંઘવીના દાવા પોકળ સાબિત થયા છે. સામાન્ય જનતા તો શું, અમદાવાદમાં હવે ભાજપના નેતાઓ પણ બુટલેગરોથી સલામત નથી. ઘોડાસર ભાજપ નેતા અને તેના પિતા પર 10થી વધુ આરોપીઓએ હુમલો કર્યાની ઘટના ઘટી છે. 

આ અંગે મળતી માહિતી મુજબ અમદાવાદ શહેરના ઘોડાસર વિસ્તારમાં લક્ષ્મી કોલોનીમાં રહેતા 41 વર્ષના દર્શન મિસ્ત્રી ભાજપ બક્ષીપંચ મોરચાના મંત્રી છે. દર્શન મિસ્ત્રી અને તેના 71 વર્ષના પિતા હિંમતલાલ મિસ્ત્રી અને તેમના ભત્રીજા પર બુટલેગર સહિત 10થી વધુ આરોપીઓએ જીવલેણ હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્ત થયેલા ત્રણેયને સારવાર અર્થે એલ.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. 

અગાઉની અદાવતે બુટલેગર અને તેના સાગરિતો સહિત 10થી વધુ આરોપીઓએ આજે સવારે આ ભાજપ નેતા સહિત 3 લોકો પર ખુલ્લી તલવારો સાથે હુમલો કર્યો હતો અને આતંક મચાવ્યો હતો. 

શાસક ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ભાજપ નેતાઓ પણ બુટલેગરોથી સલામત નથી. ખુલ્લી તલવારો સાથે બુટલેગરો હુમલો કરે ત્યારે પોલીસની કામગીરી પર પણ શંકા ઉદ્ભવે એ સ્વાભાવિક છે. 

આ સમાચાર શેર કરો