મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

AHMEDABAD / ડેરી અને હોટલ વ્યવસાય સાથે સંકળાયેલા મોટા ગ્રુપના 13 સ્થળો પર ઇન્કમટેક્સ ત્રાટક્યું

IT Raid in Ahmedabad : અમદાવાદ શહેરમાં ડેરી અને હોટલ વ્યવસાય સાથે સંકળાયેલા મોટા ગ્રુપના 13

AHMEDABAD / ડેરી અને હોટલ વ્યવસાય સાથે સંકળાયેલા મોટા ગ્રુપના 13 સ્થળો પર ઇન્કમટેક્સ ત્રાટક્યું

IT Raid in Ahmedabad : અમદાવાદ શહેરમાં ડેરી અને હોટલ વ્યવસાય સાથે સંકળાયેલા મોટા ગ્રુપના 13 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગે દરોડા પાડ્યા છે. ડેરી વ્યવસાય સાથે સંકળાયેલા ગોપાલ ડેરી અને હોટલ વ્યવસાય સાથે સંકળાયેલા રીવર વ્યુ હોટલ પર દરોડા પાડવામાં આવ્યાં છે. 

આ મોટા ગ્રુપના સંચાલક રાજુભાઈ ઉર્ફે નીશિત દેસાઈ અને ગૌરાંગ દેસાઈ સહિતના ભાગીદારોને ત્યાં ઇન્કમટેક્સ વિભાગે દરોડા પાડયા છે. અમદાવાદના આશ્રમ રોડ સહિતના એરિયામાં આવેલા એકમો ઉપર 13 જેટલા સ્થળે આવકવેરાના 75થી અધિકારીઓએ દરોડા પડી તપાસ શરૂ કરી છે. આ દરોડામાં મોટા પાયે બેનામી વ્યવહારો મળે તેવી સંભાવના છે. 

આ સમાચાર શેર કરો