Ahmedabad news:ધોળકા-ખેડા હાઈવે પર હિટ એન્ડ રનની દુર્ઘટના, બે શ્રમિકોના મોત
અમદાવાદના સાણંદ નજીક ધોળકા-ખેડા હાઈવે પર ગંભીર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં રસ્તા

અમદાવાદના સાણંદ નજીક ધોળકા-ખેડા હાઈવે પર ગંભીર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં રસ્તા પર ચાલીને જઈ રહેલા બે શ્રમિકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં છે. ધોળકા ટાઉન પોલીસે આ મામલે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
સારવાર મળે તે પહેલા જ બે શ્રમિકોના મોત
મળતી માહિતી અનુસાર, સાણંદ નજીક ધોળકા-ખેડા હાઇવે પર અજાણ્યા વાહનએ રોડ પર ચાલતા જઈ રહેલા બે શ્રમિકોને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બંને શ્રમિકોને સારવાર મળે તે પહેલા જ મોત નિપજ્યાં હતા. પ્રાથમિક તપાસમાં મૃતક શ્રમિકો ગુજરાત બહારના હોવાનું જાણવા મળ્યું છે.





