મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: 4 હાઈપ્રોફાઈલ શાળાઓને FRCએ ફટકાર્યો દંડ, જાણો શું છે કારણ

અમદાવાદની ચાર હાઈપ્રોફાઈલ શાળાઓને દંડ ફટકારવવામા આવ્યો છે.. શહેરની જેમ્મ જેનેસિસ ઇન્ટરનેશનલ, શિવ આશિષ જુનિય

Ahmedabad news: 4 હાઈપ્રોફાઈલ શાળાઓને  FRCએ ફટકાર્યો દંડ, જાણો શું છે કારણ

અમદાવાદની ચાર હાઈપ્રોફાઈલ શાળાઓને દંડ ફટકારવવામા આવ્યો છે.. શહેરની જેમ્મ જેનેસિસ ઇન્ટરનેશનલ, શિવ આશિષ જુનિયર્સ, ન્યૂ તુલિપ ઇન્ટરનેશનલ અને વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ સામે FRC દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે.

આ સ્કૂલો પર પ્રિ-પ્રાયમરી વિભાગ માટે મંજૂરી વિના અતિશય ફી વસૂલવાનો આરોપ

આ સ્કૂલો પર પ્રિ-પ્રાયમરી વિભાગ માટે મંજૂરી વિના અતિશય ફી વસૂલવાનો આરોપ છે, જે ફી રેગ્યુલેશન એક્ટનું ઉલ્લંઘન છે. FRCએ દરેક સ્કૂલને 5 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.આ પહેલાં, સ્કૂલોને નોટિસ જારી કરીને સુનાવણી માટે બોલાવવામાં આવી હતી. સુનાવણી દરમિયાન જાણવા મળ્યું કે આ સ્કૂલોએ વર્ષોથી પ્રિ-પ્રાયમરી ફી માટે જરૂરી મંજૂરી લીધી ન હતી. FRCએ ચારેય સ્કૂલોને 15 દિવસમાં દંડની રકમ ભરવાનો આદેશ આપ્યો છે.

આ સમાચાર શેર કરો