Ahmedabad news: ડોલરને રૂપિયામાં રૂપાંતરિત કરવાના બહાને છેતરપિંડી, ગઠિયો 9 લાખથી વધુ લઈ ફરાર
અમદાવાદમાં ડોલરને રૂપિયામાં રૂપાંતરિત કરવાના બહાને એક યુવક સાથે રૂપિયા ૯ લાખ ૭૦ હજાર

અમદાવાદમાં ડોલરને રૂપિયામાં રૂપાંતરિત કરવાના બહાને એક યુવક સાથે રૂપિયા ૯ લાખ ૭૦ હજારની છેતરપિંડી થઈ છે. ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ માટે જવાનું હોવાથી યુવકને ડોલરની જરૂર હતી.મુંબઈમાં ફરવા ગયા ત્યારે ફરિયાદીનો ફેનીલ પટેલ નામના ગઠિયા સાથે સંપર્ક થયો હતો. ગઠિયાએ ફરિયાદીને વિશ્વાસમાં લેવા માટે સંતોને હરિભક્તો દ્વારા દાનમાં ડોલર મળતા હોવાની અને તેમને રૂપિયા આપી ડોલર લઈ લેવાની વાત કરી હતી.
કાલુપુર પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી
ગઠિયાએ ફરિયાદીને રૂપિયા લઈને કાલુપુર સ્વામિનારાયણ મંદિર ખાતે બોલાવ્યા હતા. ત્યાં ફરિયાદીને મંદિરમાં દર્શન કરવા મોકલીને ગઠિયો રોકડ રકમ લઈને ફરાર થઈ ગયો હતો. આ અંગે કાલુપુર પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.




