મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: ત્રણ ટેક્સટાઈલ કંપનીઓમાં EDના દરોડા પડ્યા, બેંક સાથે આચરી હતી કરોડોની છેતરપિંડી

ગુજરાતના અમદાવાદમાં EDના દરોડા પડ્યા છે., મળતા અહેવાલ પ્રમાણે પૂર્વ અમદાવાદમાં 3 ટેક્સટાઈલ કંપનીઓ પર

Ahmedabad news: ત્રણ ટેક્સટાઈલ કંપનીઓમાં EDના દરોડા પડ્યા, બેંક સાથે આચરી હતી કરોડોની છેતરપિંડી

ગુજરાતના અમદાવાદમાં EDના દરોડા પડ્યા છે., મળતા અહેવાલ પ્રમાણે પૂર્વ અમદાવાદમાં  3 ટેક્સટાઈલ કંપનીઓ પર EDના દરોડા પડ્યા છે. ઉલ્લેખનીય છે કે બેન્ક ફ્રોડ બાબતે નોંધાયેલા કેસને લઈને આ દરોડા પડ્યા છે. શ્રી બાબા ટેક્સટાઇલ્સ, શ્રી ઓમ ટેક્સફેબ અને શ્રી લક્ષ્મી ફેબ પર દરોડા પડ્યા છે.

ત્રણેય કંપનીઓ સામે CBIમાં ગુનો દાખલ

ત્રણેય કંપનીઓ સામે CBIમાં ગુનો નોઁધાયેલો છે. ઉલ્લેખનીય છે કે બોગસ ડોક્યુમેન્ટના આધારે 10 કરોડથી વધુની છેતરપિંડી બેન્ક સાથે આચરવામાં આવી હતી. ત્રણેય કંપનીઓ હાલ EDના રડાર પર આવી છે. નોંધનીય છે કે દરોડા બાદ જ સામે આવશે કે કંપનીએ શું ગોટાળા કર્યા છે.

ધરપકડના સંકેત 

CBI એ ગુનો નોંધ્યા બાદ, હવે ED દ્વારા આ નાણાંની ગેરકાયદેસર હેરાફેરી (Money Laundering) ના પાસાઓની સઘન તપાસ કરવામાં આવી રહી છે. EDની ટીમ દ્વારા કંપનીઓના કાર્યાલયો, માલિકોના રહેઠાણો અને અન્ય શંકાસ્પદ સ્થળોએ દરોડા પાડીને મહત્ત્વના દસ્તાવેજો અને ડિજિટલ પુરાવા જપ્ત કરવામાં આવ્યા છે

આ સમાચાર શેર કરો