મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad News: દેવાયત ખવડે હાઇકોર્ટમાં કરી ક્વોશિગ પીટીશન, 19 ફેબ્રુઆરીએ થશે સુનાવણી

લોકસાહિત્યકાર દેવાયત ખવડને લઈ મોટા સમાચાર છે.

Ahmedabad News: દેવાયત ખવડે હાઇકોર્ટમાં કરી ક્વોશિગ પીટીશન, 19 ફેબ્રુઆરીએ થશે સુનાવણી

લોકસાહિત્યકાર દેવાયત ખવડને લઈ મોટા સમાચાર છે.  દેવાયત ખવડે ગુજરાત હાઇકોર્ટમાં કરી ક્વોશિગ પીટીશન કરી છે. ચાંગોદરમાં થયેલી મારામારીની ઘટનાને લઈને ફરિયાદ રદ્દ કરવા અરજી કરી હતી. આ કેસમાં બંને પક્ષના વકીલે હાઇકોર્ટમાં કહ્યું કે, બંને પક્ષે સમાધાન થયું છે.

307ની કલમમાં કઈ રીતે સમાધાન થઈ શકે: હાઇકોર્ટ

આ કેસ મુદ્દે હાઇકોર્ટે કહ્યું છે કે 307ની કલમમાં કઈ રીતે સમાધાન થઈ શકે. હાઇકોર્ટે પ્રથમ દૃષ્ટિ એ માન્યું કે દેવાયત ખવડ પ્રખ્યાત નહીં કુખ્યાત છે. દેવાયત ખવડ પર 6 જેટલા ગુના નોંધવામાં આવ્યા છે. ચાંગોદર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં તપાસ અધિકારી કેસ રિપોર્ટ અને બંને પક્ષકારોને હાજર રહેવા ફરમાન મોકલ્યું છે. 19 ફેબ્રુઆરીના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે.

આ સમાચાર શેર કરો