મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: શહેર કોટડા પાસે કાર ચાલકે વૃદ્ધને ટક્કર મારતા નિપજ્યું મોત

Ahmedabad news: Car driver hits in Krishnanagar | ગુજરાતના અમદાવાદમાં અકસ્માતની દુર્ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે અમદાવાદના શહેર કોટડા

Ahmedabad news: શહેર કોટડા પાસે કાર ચાલકે વૃદ્ધને ટક્કર મારતા નિપજ્યું મોત

ગુજરાતના અમદાવાદમાં અકસ્માતની દુર્ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે અમદાવાદના શહેર કોટડા પાસે અકસ્માતની ઘટના બની હતી. જેમાં શહેર કોટડામાં અરવિંદ મિલની સામે 60 વર્ષીય વૃદ્ધને કાર ચાલકે ટક્કર મારી હતી. વૃદ્ધ જ્યારે રસ્તો ક્રોસ કરી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી.

કાર ચાલકની ટક્કરથી વૃદ્ધને ગંભીર ઈજાઓ

કાર ચાલકની ટક્કરથી વૃદ્ધને ગંભીર ઈજાઓ પહોંચી હતી. મળતા અહેવાલ પ્રમાણે ઈજાગ્રસ્ત  વૃદ્ધને સારવાર મળે તે પહેલાં જ મોત નિપજ્યું હતું, ટ્રાફિક પોલીસે કાર ચાલકની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. 

આ સમાચાર શેર કરો