Ahmedabad news: અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઈટ 3 કલાક મોડી, મુસાફરો રઝળી પડ્યા
અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઈટમાં ભારે વિલંબથી મુસાફરો હેરાન 

અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઈટમાં ભારે વિલંબથી મુસાફરો હેરાન પરેશાન થયા હતા.સવારે 11 કલાક અને 40 મિનિટે ઉડાન ભરવાની ફ્લાઈટ 3 કલાક મોડી પડી હતી.એરપોર્ટ ઓથોરિટીએ જણાવ્યું કે ફ્લાઈટ બપોરે 3 વાગ્યે ઉપડશે..આ વિલંબને કારણે મુસાફરોને લાંબી રાહ જોવી પડી..આ પહેલા પણ લંડનની ફ્લાઈટમાં વિલંબની ઘટનાઓ સામે આવી છે.
ગઈકાલે અમદાવાદ- લંડનની ફ્લાઈટ થઈ હતી રદ
અમદાવાદમાં 12મી જૂને લંડન જતું એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું, જેમાં 270થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. આ દરમિયાન મંગળવારે (17મી જૂન) અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની વધુ એક ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાતાં તેને રદ કરી છે. આ ફ્લાઇટ બપોરે 1:10 વાગ્યે અમદાવાદથી લંડન જવા માટે ટેક ઑફ થવાની હતી. આ ફ્લાઇટ રદ થવાને કારણે મુસાફરો ઍરપોર્ટ પર અટવાયા હતા.
એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર AI 159 રદ કરવી પડી
મળતી માહિતી અનુસાર, એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર AI 159 મંગળવારે બપોરે 1:10 વાગ્યે અમદાવાદથી લંડન માટે ટેક ઑફ થવાની હતી. પરંતુ ટેક ઑફના માત્ર થોડાક કલાકો પહેલાં આ ફ્લાઇટમાં ટેકનિકલ ખામી જણાતાં તેને રદ કરવી પડી હતી. આ ફ્લાઇટ રદ થવાને કારણે મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.





