Ahmedabad News: માધુપુરા વિસ્તારમાં આધેડ મહિલાને બેકાબૂ કારે કચડી નાખી, ઘટનાસ્થળ પર જ મોત
ગુજરાતમાં માર્ગ અકસ્માતની વધુ એક અમદાવાદમાં એક ચોંકાવનારી ઘટના સા

ગુજરાતમાં માર્ગ અકસ્માતની વધુ એક અમદાવાદમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. માધુપુરા વિસ્તારમાં પૂરપાટ દોડતી કારે 49 વર્ષીય એક આધેડ મહિલાને અડફેટે લેતાં તેમનું મોત નીપજ્યું હતું. મહિલાની ઓળખ ડાહીબેન પ્રહલાદભાઈ ચૌહાણ તરીકે થઇ હતી જે સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા હતા. જોકે આ ઘટનાને પગલે લોકો રોષે ભરાયેલા સફાઈ કામદારોએ ટ્રાફિકના કડક રીતે નિયમોનું પાલન અને પીડિતને ન્યાય અપાવવા કાર્યવાહીની માગ કરતા દેખાવો શરૂ કરી દીધા હતા.
માધુપુરા નજીક આવેલા દરિયાપુર વિસ્તારમાં બીઆરટીએસ કોરિડોર નજીક બની
આ ઘટના વહેલી સવારે માધુપુરા નજીક આવેલા દરિયાપુર વિસ્તારમાં બીઆરટીએસ કોરિડોર નજીક બની હતી. મૃત્યુ પામનાર મહિલા ડાહીબેન તે સમયે મ્યુનિસિપાલિટીમાં તેમની ફરજના ભાગરૂપે હાજરી નોંધાવવા જઇ રહ્યા હતા. બીઆરટીએસમાંથી ક્રોસ થતી વખતે પૂરપાટ ઝડપે દોડતી કારે તેમને ટક્કર મારી હતી.




