મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: માતા-પુત્રનો આપઘાતનો મામલો, પોલીસકર્મી પતિ, સસરા, સાસુની ધરપકડ

અમદાવાદના નરોડામાં શનિવારે હંસપુર રોડ પર માતા-પુત્રએ આપઘાત કર્યો હતો. જેને લઈ પોલીસે તપાસ હાથધરી હતી. પહેલા માતાએ પુત્રને

અમદાવાદ: માતા-પુત્રનો આપઘાતનો મામલો, પોલીસકર્મી પતિ, સસરા, સાસુની ધરપકડ

અમદાવાદના નરોડામાં શનિવારે હંસપુર રોડ પર માતા-પુત્રએ આપઘાત કર્યો હતો. જેને લઈ પોલીસે તપાસ હાથધરી હતી. પહેલા માતાએ પુત્રને ફેંકયો અને ત્યારબાદ તેણે ઘરની બાલકનીમાંથી કૂદીને આપઘાત કરી લીધો હતો.

મહિલાને તેના સાસરીયાઓ હેરાન કરતા હતા

આ સમગ્ર કેસમાં માહિતી સામે આવી છે કે મહિલાને તેના સાસરીયાઓ હેરાન કરતા હતા અને તેને લઈ આપઘાત કર્યો છે,મહિલા માનસિક બીમાર હતી. તેવી વાત પહેલા સામે આવી હતી પરંતુ આ વાત ઉભી કરેલી હતી.

આ પણ વાંચો: 'હેલમેટ નહીં પહેરવી, લાઈસન્સ વગર વાહન ચલાવવું', નિયમોના ભંગના કારણે દંડાય છે રોજના 1825 ગુજરાતીઓ

પોલીસકર્મી પતિ, સસરા, સાસુની ધરપકડ

આ સમગ્ર કેસમાં પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલીને પોસ્ટમોર્ટમ પણ કરાવ્યું હતું સાથે સાથે મહિલાનાં પોલીસકર્મી પતિ, સસરા, સાસુની નરોડા પોલીસે ધરપકડ કરી છે અને દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી છે,પતિ હિંમતનગરમાં પોલીસ વિભાગમાં ફરજ બજાવે છે અને તેની પણ ધરપકડ કરીને વધુ તપાસ હાથધરી છે,સાથે સાથે મૃતક મહિલાના પરિવારજનોના પણ નિવેદન લેવામાં આવ્યા છે,

આ સમાચાર શેર કરો