અમદાવાદ મેટ્રો કોર્ટે નકલી જજ મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયનના 11 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
Fake arbitrator Morris Samuel Christian : અમદાવાદ મેટ્રો કોર્ટે નકલી લ

Fake arbitrator Morris Samuel Christian : અમદાવાદ મેટ્રો કોર્ટે નકલી લવાદ જજ મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયનના 11 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આજે કારંજ પોલીસે મેડિકલ ઓફિસરને સાથે રાખીને સાથે આરોપી મોરિસને મેટ્રો કોર્ટમાં રજૂ કર્યો હતો અને વિવિધ મુદ્દાઓ રજૂ કરીને 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, જો કે કોર્ટે 3 નવેમ્બર સુધીના 11 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
મેડિકલ રિપોર્ટમાં ખુલાસો, માત્ર નખ વાગ્યાનું નિશાન
કોર્ટમાં મેડિકલ ઓફિસરે આરોપી મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયનની મેડિકલ તપાસનો રિપોર્ટ કોર્ટ સમક્ષ રાજો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આરોપી મોરીસે પોલીસ પર મારઝૂડ કરવાના આરોપ લગાવ્યા હતા. જો કે આરોપીના મેડિકલ રિપોર્ટમાં શરીર પર માત્ર એક જગ્યાએ નાખ વાગ્યાનું નિશાન છે. આ સાથે કારંજ પોલીસ સ્ટેશનના પી.આઈ.એ પણ કોર્ટમાં રજૂઆત કરી હતી કે આરોપીએ પોલીસ પર લગાવેલા મારઝૂડના આરોપો ખોટા છે.
આરોપીના રિમાન્ડ મેળવવા માટે પોલીસે કરેલી રજૂઆત
કોર્ટ પ્રક્રિયા દરમિયાન કોર્ટ રૂમમાં આરોપીના વકીલ અને કારંજ પોલીસ સ્ટેશનના પી.આઈ. વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ હતી. આરોપીના રિમાન્ડ મેળવવા માટે પોલીસે કોર્ટ સમક્ષ આ મુદ્દાઓ રજૂ કર્યા હતા :
1)આરોપીએ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ આર્બિટ્રેશનમાં મેમ્બર શીપ કયા આધારે મેળવી તેની તપાસ
2) આરોપીની લવાદ તરીકે સત્તા ન હોવાની હાઇકોર્ટની અગાઉની ટિપ્પણી અને આવા કયા ઓર્ડર અગાઉ કર્યા તેની તપાસ
3) આરોપીએ કેટલી પ્રોપર્ટી મેળવી તેની તપાસ
4) આરોપીએ પાસ કરેલા ઓર્ડર સંબંધિત સરકારી ગેજેટની તપાસ
5) આરોપીએ ખોટા રબ્બર સ્ટેમ્પ ક્યાંથી અને કેવી રીતે મેળવ્યાં તેની તપાસ
6) આરોપી માણસા, દહેગામ અને ગાંધીનગર ખાતે લવાદ તરીકે બેસતો હતો તેની તપાસ
7) આરોપીએ કેટલા પક્ષકારો પાસેથી આર્થિક લાભ મેળવ્યો તેની તપાસ
8) આરોપીએ ગાંધીનગર કોર્ટ ખાતે લોક અદાલત પણ ચલાવી હતી, તેની તપાસ
9) આરોપીએ 70 લાખ લીધા, આરોપીના નાણાંનું રોકાણ જાણવા
10) મીડિયા અહેવાલ બાદ અન્ય બે ફરયાદી ફરિયાદ કરવા આવ્યા તેની તપાસ, આવા અનેક અરજદાર હોય તેવી શક્યતા
11) આરોપીની પ્રાઇવેટ જમીનની તપાસ








