મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: GTUએ પરીક્ષામાં ગેરરીતિ આચરનારા 286 વિદ્યાર્થીઓને ફટકારી આકરી સજા, જાણો શું છે સમગ્ર મામલો

અમદાવાદની GTUએ મોટો નિર્ણય લીધો છે. મળતા અહેવાલ પ્રમાણે ગેરરીતિ આચરનારા 286 વ

અમદાવાદ: GTUએ પરીક્ષામાં ગેરરીતિ આચરનારા 286 વિદ્યાર્થીઓને ફટકારી આકરી સજા, જાણો શું છે સમગ્ર મામલો

અમદાવાદની GTUએ મોટો નિર્ણય લીધો છે. મળતા અહેવાલ પ્રમાણે ગેરરીતિ આચરનારા 286 વિદ્યાર્થીઓને સજા ફટકારવામાં આવી છે. GTUએ 167 વિદ્યાર્થીઓનું પરણિમા રદ કર્યું  છે, અને એક સેમિસ્ટર સુધી યુનિવર્સિટી દ્વારા બાકાત કરવામાં આવ્યા છે. GTUમાં વિન્ટર સેમીસ્ટરની ડીગ્રી ડિપ્લોમાં અને PGની પરીક્ષાઓ યોજાઈ હતી.

પરીક્ષામાં ગેરરીતિ કરતા 313 વિદ્યાર્થીઓ ઝડપાયા

આ તમામ પરીક્ષામાં અલગ અલગ વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતા ઝડપાયા હતા. પરીક્ષામાં ગેરરીતિ કરતા 313 વિદ્યાર્થીઓ ઝડપાયા હતા. આ મામલે GTUએ સખ્ત એક્શન લીધું છે. જેમાં 13 વિદ્યાર્થીઓએ જેતે પરીક્ષામાં ગેરરીતિ આચરી હતી તેમનું પરિણામ રદ કર્યું હતું. 106 વિદ્યાર્થીઓને ચાલુ સેમીસ્ટરનું પેપર રદ કરવાની સજા ફટકારવામાં આવી છે.

167 વિદ્યાર્થીઓના વિન્ટર સેમીસ્ટરમના પેપર રદ 

167 વિદ્યાર્થીઓના વિન્ટર સેમીસ્ટરમના પેપર રદ કરવામાં આવશે. તો બીજી તરફ 16 વિદ્યાર્થીઓ પર શંકા રાખીને તેમની વધુ તપાસ માટે પેન્ડિંગ રાખવામાં આવ્યા છે. 

આ સમાચાર શેર કરો