મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: ઇલેક્ટ્રીક વ્હીકલના શો રૂમમાં બેટરીઓ ધડાધડ ફાટતા આગ લાગી, આસપાસની દુકાનો કરાઇ ખાલી

અમદાવાદ: અવાર-નવાર ઇલેક્ટ્રિક વ્હીકલમાં બેટરી બ્લાસ્ટ થવાના સમાચાર સામે આવ

અમદાવાદ: ઇલેક્ટ્રીક વ્હીકલના શો રૂમમાં બેટરીઓ ધડાધડ ફાટતા આગ લાગી, આસપાસની દુકાનો કરાઇ ખાલી

અમદાવાદ: અવાર-નવાર ઇલેક્ટ્રિક વ્હીકલમાં બેટરી બ્લાસ્ટ થવાના સમાચાર સામે આવી છે. પરંતુ આજે અમદાવાદ શહેરના અસારવા વિસ્તારમાં આવેલા ઇલેક્ટ્રીક વ્હીકલના શોરૂમમાં આગ લાગવાની ઘટના સર્જાઇ હતી. આગ લાગતાં શોરૂમ પડેલી બેટરીઓ ધડાધડ ફાટતા લાગી હતી. જેના લીધે શોરૂમના કાચ પડી તૂટી ગયા છે.

ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને આસપાસની દુકાનો ખાલી કરાવી હતી. 

ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો હતો. જેના લીધે કોઇ હાનજાનિ થઇ નથી પરંતુ શોરૂમમાં પડેલો સામાન બળીને ખાખ થતાં મોટું નુકસાન થયું છે.

પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે કે કોઇ અગમ્ય કારણોસર બેટરીમાં આગ લાગી હતી. જેના લીધે અન્ય બેટરીઓમાં બ્લાસ્ટ થતાં આગે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગના લીધે ચારેયતરફ ધૂમાડાના ગોટેગોળા જોવા મળ્યા હતા. આસપાસમાંથી લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. 

આ સમાચાર શેર કરો