મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: લોકોને લાલચ આપી બેન્ક એકાઉન્ટ ખોલાવીને ઠગાઈ આચરતી ટોળકી ઝડપાઈ

અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે ઠગાઈ આચરતી ગેંગને ઝડપી છે. ઓનલાઈન ઠગાઈના કિસ્સાઓ વચ્

અમદાવાદ: લોકોને લાલચ આપી બેન્ક એકાઉન્ટ ખોલાવીને ઠગાઈ આચરતી ટોળકી ઝડપાઈ

અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે ઠગાઈ આચરતી ગેંગને ઝડપી છે. ઓનલાઈન ઠગાઈના કિસ્સાઓ વચ્ચે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઈમ સાથે સંકળાયેલી ટોળકીને ઝડપી પાડી છે. આ ટોળકી ચાઈનીઝ સાયબર ક્રિમિનલ્સને એકાઉન્ટ પુરા પાડીને ઠગાઈ આચરતી હતી.

દિપક રાદડીયા લોકોને લાલચ આપીને એકાઉન્ટ ખોલાવતો

વિગત અનુસાર દિપક રાદડીયા નામનો આરોપી લોકોને લાલચ આપીને તેમના એકાઉન્ટ ખોલાવતો હતો અને કેતન પટેલ નામનો આરોપી ઓનલાઈન છેતરપિંડીના રુપિયા એકાઉન્ટમાં જમા કરાવતો હતો, અને દિલીપ જાગાણી નામનો આરોપી જમા કરેલી રકમને ઉપાડી પાડતો હતો. એક એકાઉન્ટમાં છેતરપિંડીના એક કરોડ રુપિયા જમા થયા હતા.

બેંક એકાઉન્ટની 20 કીટ કબ્જે કરી 

આ ત્રણેય આરોપીઓ ઓનલાઈન ઠગાઈને અંજામ આપતા હતા.પોલીસે આરોપીઓ પાસેથી અલગ અલગ બેંક એકાઉન્ટની 20 કીટ કબ્જે કરી હતી.

આ સમાચાર શેર કરો