મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મારા છોકરાને સિવિલ હોસ્પિટલના બાઉન્સરે લાફો માર્યો, દર્દીની માતાનો વિલાપ

અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલ વારંવાર ચર્ચામાં આવતી હોય છે. સિવિલ હોસ્પિટલમાં બાઉન્સરની દાદાગીર

અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલ વારંવાર ચર્ચામાં આવતી હોય છે. સિવિલ હોસ્પિટલમાં બાઉન્સરની દાદાગીરીનો મામલો સામે આવ્યો છે. દર્દીના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે બાઉન્સરે દર્દીને લાફો માર્યો અને ખરાબ વર્તન કર્યું છે. દર્દી યુવકની માતાએ આ ઘટનાની વ્યથા દર્શાવી વિડિયો રેકોર્ડ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. પરિવારજનોએ હોસ્પિટલના વહીવટ પર પણ સવાલ ઉઠાવ્યા છે. આ ઘટનાએ લોકોમાં રોષ ફેલાવ્યો છે અને હોસ્પિટલમાં જવાબદાર વ્યક્તિઓ વિરુદ્ધ કાર્યવાહીની માંગ ઉઠી છે. 

સિવિલ હોસ્પિટલમાં આવી ઘટના બન્યા અંગેની સત્યતાની જીએસટીવી કોઈ પુષ્ટિ કરતું નથી. પરંતુ વાયરલ વિડિયોમાં દર્દીની માતાની વ્યથાને વાચા આપી છે. 

આ સમાચાર શેર કરો