મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

શહેર ભાજપ મહામંત્રીની નિમણૂંકનું કોકડું ગુંચવાયું, જ્ઞાતિગત સમીકરણો સેટ કરાશે

ગુજરાત ભાજપ સંગઠનનું વિસ્તરણ થઈ રહ્યું છે. જગદીશ પંચાલની પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂંક બાદ સં

શહેર ભાજપ મહામંત્રીની નિમણૂંકનું કોકડું ગુંચવાયું, જ્ઞાતિગત સમીકરણો સેટ કરાશે

ગુજરાત ભાજપ સંગઠનનું વિસ્તરણ થઈ રહ્યું છે. જગદીશ પંચાલની પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂંક બાદ સંગઠનમાં મોટા ફેરફાર કરાયા છે. ત્યારે અમદાવાદ શહેર ભાજપ મહામંત્રીની નિમણૂંક માટે થઈને કોકડું ગૂંચવાયું છે. મહામંત્રીનાં પદ માટે જ્ઞાતિગત સમીકરણમાં નિમણૂંક અટકી હોવાનું સામે આવ્યું છે. પાર્ટીએ અમદાવાદ શહેર ભાજપ મહામંત્રીનાં પદ માટે બ્રાહ્મણ, પાટીદાર અને ઓબીસી સમાજમાંથી નેતાઓના નામ મંગાવવામાં આવ્યા છે. મહામંત્રી પદ માટે આ જ્ઞાતિઓમાંથી સમીકરણ સેટ કરવાની પ્રદેશ બીજેપીની ઈચ્છા છે.  

ગાંધીનગર લોકસભા વિસ્તારમાંથી પાટીદાર કે બ્રાહ્મણ નેતાની પસંદગી કરવી તેને લઈને અસમંજસની સ્થિતિ છે. ગાંધીનગર લોકસભામાંથી જે સમાજમાંથી નેતાની પસંદગી થશે તે બાદ અમદાવાદ પૂર્વ પશ્ચિમ લોકસભામાંથી અન્ય સમાજમાંથી નેતાની પસંદગી થશે. આ અગાઉ 3 વખત વિવિધ પદ માટે પ્રદેશ કક્ષાએ નામો લઈ જવાયા હતા. રાજ્યમાં સૌથી વધારે વિધાનસભા અને લોકસભા ધરાવતું શહેર છે. જેમાં 17 વિધાનસભા અને 4 લોકસભા મતવિસ્તાર આવે છે.

આ સમાચાર શેર કરો