અમદાવાદ: સી જી રોડ પર કરોડોના સોનાના દાગીનાની લૂંટનો પ્રયાસ, સ્ટાફની સતર્કતાથી ઘટના બનતા અટકી
શહેરના સીજી રોડ લાલ બંગલા પાસે આવેલા એક જ્વેલર્સના કર્મચારીઓની આંખમાં મરચાની ભ

શહેરના સીજી રોડ લાલ બંગલા પાસે આવેલા એક જ્વેલર્સના કર્મચારીઓની આંખમાં મરચાની ભૂંકી નાખીને રૂપિયા ૨.૪૦ કરોડની કિંમતના સોનાના દાગીના લૂંટ કરવાનો પ્રયાસ કરાયો હતો. જ્વેલર્સના સ્ટાફની સતકર્તાને કારણે મોટી ઘટના બનતા અટકી હતી. આ અંગે નવરંગપુરા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
મરચાની ભૂકી નાંખીને કરાયો હતો લૂંટનો પ્રયાસ
આ સમગ્ર બનાવની વિગતો એવી છે કે રોહિતભાઇ શાહ સીજી રોડ લાલ બંગલા પાસે સુપરમોલમાં પામ જ્વેલર્સ નામથી વ્યવસાય કરે છે. જે ગુજરાતના અન્ય જિલ્લાઓમાં જ્વેલર્સ પાસથી ઓર્ડર લઇને દાગીના બનાવવાનું કામ કરે છે. સોમવારે તેમના સ્ટાફમાં કામ કરતા અભિષેક રાણા, જયેશ રબારી અને ડ્રાઇવર નિતેષ રૂપિયા ૨.૪૦ કરોડની કિંંમતની ૨૦૦ જેટલી સોનાની ચેઇન અને ૨૦૦ જેટલી સોનાની લકીઓને બે બેગમાં લઇને બેઝમેન્ટમાં રહેલી કારથી પાલનપુર જવાના હતા.
લીફ્ટ પાસે બેઠેલા ત્રણ શંકાસ્પદ લોકો દોડી આવ્યા
ત્રણેય જણા બેઝમેન્ટમાં જતા હતા અને કારમાં બેગ મુકી ત્યારે લીફ્ટ પાસે બેઠેલા ત્રણ શંકાસ્પદ લોકો દોડી આવ્યા હતા. તેમણે અભિષેક અને અન્ય કર્મચારીઓની આંખમાં મરચાની ભૂંકી છાંટીને લૂંટનો પ્રયાસ કર્યો હતો. આ સમયે અભિષેકે મદદ માટે કારનું હોર્ન વગાડતા ત્રણેય જણા એક અન્ય કારમાં નાસી ગયા હતા. આ અંગે નવરંગપુરા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.






