મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: ગોતા પાસે સ્કૂલ બસમાં અચાનક લાગી ભયાનક આગ, તમામ બાળકોનો બચ્યો જીવ

અમદાવાદના એસજી હાઇવે પર સ્કૂલ બસને આગ લાગી હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. એસ.જી. હાઇવ

અમદાવાદ: ગોતા પાસે સ્કૂલ બસમાં અચાનક લાગી ભયાનક આગ, તમામ બાળકોનો બચ્યો જીવ

અમદાવાદના એસજી હાઇવે પર સ્કૂલ બસને આગ લાગી હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. એસ.જી. હાઇવે પર ગોતા નજીક એક ખાનગી સ્કૂલ બસને આગ લાગ લાગતાં ભડભડ સળગી ઉઠતી હતી. સમયસૂચકતા દાખવી તમામ વિદ્યાર્થીઓને સહી સલામત રીતે બસમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા.

ફાયર બ્રિગેડને સ્કૂલ બસને આગ લાગી હોવાની ઘટનાનો કોલ મળતાં દોડી આવી પાણીનો મારો ચલાવ્યો હતો. ફાયર બ્રિગેડની ટીમે થોડી જ વારમાં આગ પર કાબૂ મેળવી લીધો છે. સદનસીબે આ ઘટનામાં કોઇને ઇજા કે જાનહાનિના સમાચાર મળ્યા નથી. 

સ્કૂલ બસને આગ લાગી હોવાની જાણ થતાં બાળકોની વાલીઓમાં દોડધામ મચી જવા પામી હતી. ઘટનાસ્થળે વાલીઓના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જોકે તમામ વિદ્યાર્થીઓને સહી સલામત બહાર કાઢી લેવામાં આવતાં વાલીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. આ અંગે પોલીસે જણાવ્યું હતું કે આગ કયા કારણોસર લાગી હતી તે અંગે હજુ સુધી જાણી શકાયું નથી આ અંગે તપાસ ચાલુ છે. 

આ સમાચાર શેર કરો