અમદાવાદ: સાબરમતી બ્લાસ્ટ કેસના 3 આરોપીઓના 6 દિવસના રિમાન્ડ મંજૂર
સાબરમતી બ્લાસ્ટ મામલે મુખ્ય આરોપી રૂપેણ બારોટના ઘરે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વા

સાબરમતી બ્લાસ્ટ મામલે મુખ્ય આરોપી રૂપેણ બારોટના ઘરે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. જ્યાં પોલીસને બોમ્બ બનાવવા માટે નાઇટ્રેટ, બ્લેડ, છરા, ખિલા, તીક્ષ્ણ હથિયાર, 12 વોલ્ટની બેટરી મળી આવી છે. દેશી હથિયાર બનાવવાની ગેસ કટર, લેથ મશીન, વેલ્ડિંગ ટૂલ્સનો ઉપયોગ કરી દેશી બોમ્બ બનાવ્યો હતો. આ સિવાય ઘરમાંથી ત્રણ દેશી કટ્ટા પણ મળી આવ્યા હતા.
આ પણ વાંચો : અમદાવાદના જુહાપુરામાં જુથ અથડામણ, એકનું મોત અને ત્રણ ઘાયલ
અમદાવાદના સાબરમતી વિસ્તારમાંથી પાર્સલ બ્લાસ્ટની ઘટનામાં મુખ્ય આરોપી રૂપેણ બારોટ અને રોહનની ધરપકડ કરવામાં આવી હતી. ત્રાગડ વિસ્તારમાંથી બન્ને આરોપીઓની ક્રેટા કારમાંથી ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓ પાસેથી બે બોમ્બ, હથિયાર અને કારતૂસ પણ મળી આવ્યા હતા. ઝોન-2 LCBની ટીમે આ આરોપીઓને ઝડપીને વધુ તપાસ હાથ ધરી હતી.
બ્લાસ્ટ મામલે પકડાયેલ ત્રણેય આરોપીઓને કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા. જ્યાં પોલીસે આરોપીની ઊંડાણપૂર્વક તપાસ હેતુસર 6 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ત્રણેય આરોપીઓના 27 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે.






