મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

દિવાળી અગાઉ પોલીસની 'આતિશબાજી', સુરતમાં રહેણાંક વિસ્તારમાં ધમધમતા ગોડાઉનમાંથી 95 લાખના ફટાકડા કર્યા કબ્જે

દિવાળીને હજુ મહિના કરતાં વધુ સમય બાકી છે. તેમ છતાં અત્યારથી જ આતિશબાજી માટેના ફટ

દિવાળી અગાઉ પોલીસની 'આતિશબાજી', સુરતમાં રહેણાંક વિસ્તારમાં ધમધમતા ગોડાઉનમાંથી 95 લાખના ફટાકડા કર્યા કબ્જે

દિવાળીને હજુ મહિના કરતાં વધુ સમય બાકી છે. તેમ છતાં અત્યારથી જ આતિશબાજી માટેના ફટાકડાનો સ્ટોક કરવામાં આવી રહ્યો છે. ત્યારે વરાછા પોલીસે રહેણાંક વિસ્તારમાંથી ફટાકડાનું ગોડાઉન ઝડપી પાડ્યું હતું. રહેણાંક વિસ્તારમાં વગર પરમિશને ફટાકડાનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હતો. 

એક વોન્ટેડ

વરાછા પોલીસે બાતમીના આધારે રેડ કરી હતી અને રેડ દરમિયાન 95 લાખથી વધુના ફટાકડા કબ્જે કર્યા હતા. આ સાથે જ સમગ્ર ગોડાઉનને સીલ કરી દેવામાં આવ્યું હતું. આગની બનતી ઘટનાને પગલે પોલીસે કાર્યવાહી કરી હતી. ફટાકડાનું ગોડાઉન ચલાવતા ઈસમો પાસે કોઈ પરમીટ પણ ન હતી. હાલ તો પોલીસે બે સગા ભાઈઓની ધરકપડ કરી છે. જ્યારે એક ભાઈને વોન્ટેડ જાહેર કર્યો છે.

છૂટક ફટાકડાનો જથ્થો હતો

આરોપીઓ મૂળ ભાવનગરના હમીરપરાના ચેતનભાઇ ધરમશીભાઇ સાંગાણી, તેના બંને ભાઈ અશ્વીન અને મોનજીભાઇ ઉર્ફે મુન્નાભાઇએ સંતોષીનગરમાં પરેશભાઇ દાનાભાઇ આહીરની દુકાન અને ગોડાઉન ભાડેથી રાખ્યું હતું. જેમાં ગેરકાયદેસર સ્ફોટક ફટાકડાનો સ્ટોક સંગ્રહ કરી રાખ્યો હતો. ફાયર શેફટીના સાધનો નહી રાખી લોકોની જીંદગી જોખમમાં મુકી હતી. આ અંગે વરાછા પોલીસને બાતમી મળતા રેડ કરી હતી. જેમાં સ્ફોટક પદાર્થ અલગ અલગ કંપનીનાં ફટાકડાનાં ખાખી કાર્ટુન અને અલગ-અલગ કંપનીના છૂટક ફટાકડા અંદાજે 95.17 લાખનો જથ્થો મળી આવ્યો હતો. આ દુકાન અને ગોડાઉનનું 75 હજાર રૂપિયા માસિક ભાડુ ચૂકવવામાં આવતું હતું.

આ સમાચાર શેર કરો