આંદોલન: PMની સભાઓ, રાજવીઓની અપીલ છતા ક્ષત્રિયોનો રોષ યથાવત,શું સમાધાનના પ્રયાસો નિષ્ફળ?
ગઈકાલે વડાપ્રધાનની ત્રણ સ્થળે સભા યોજાઈ હતી. જેમાં જામનગર ખાતે ક્ષ

ગઈકાલે વડાપ્રધાનની ત્રણ સ્થળે સભા યોજાઈ હતી. જેમાં જામનગર ખાતે ક્ષત્રિયો,રાજામહારાજાના યોગદાનની મુક્તકંઠે પ્રશંસા થઈ હતી. ધ્રોલમાં રાજપૂત સમાજ સાથે ભાજપના સાંસદની તેમજ રાજકોટમાં માજી રાજવીઓની બેઠક મળી અને આ બધા પછી ક્ષત્રિયોની સંકલન સમિતિના સૂત્રોએ જણાવ્યા મુજબ રૂપાલા-ભાજપ વિરૂધ્ધ મતદાન કરવાના એકમાત્ર લક્ષ્ય સાથે ચાલતા આંદોલનમાં જરા પણ ફરક પડયો નથી અને યથાવત છે. સમાધાનની, ભાજપને સમર્થનની વાતો કરે છે તેઓ ભાજપ સાથે જોડાયેલા છે, ક્ષત્રિય સમાજ તે વાત સાથે સહમત નથી.
રૂપાલા-ભાજપ વિરૂધ્ધ મતદાન કરવાના એકમાત્ર લક્ષ્ય
ક્ષત્રિય આગેવાનોએ જણાવ્યું કે અમે પહેલા જ કહ્યું હતું કે ભાજપનો વિરોધ નથી માત્ર રૂપાલાનો વિરોધ છે, તેમની ટિકીટ કાપો પરંતુ, ભાજપે ટિકીટ રદ નહીં કરતા ભાજપ સામે આંદોલન સ્વયંભુ શરૂ થયું છે. સ્થિતિ એવી છે કે સમાજના એકલ-દોકલ નેતા આંદોલનને ઢીલુ પાડી શકે તેમ નથી, ક્ષત્રિય જ્યારે ઘરે જાય ત્યારે ક્ષત્રાણીઓ પણ પુછે છે કે રૂપાલાના મુદ્દે શુ કર્યું. આંદોલન હવે ઘરે ઘરે પહોંચી ગયું છે.
આંદોલન હવે ઘરે ઘરે પહોંચી ગયું
ક્ષત્રિયોમાંથી મળતા અહેવાલો મુજબ ગઈકાલે વડોદરાના કરજણ ખાતે ક્ષત્રિયોની સભા યોજાઈ હતી જેમાં વક્તાઓએ કહ્યું કે ભાજપ સાથે ઘણા લાગણી ધરાવે છે પરંતુ, એ લાગણીમાં વહીને ક્ષત્રિય બેન-દિકરીનું અપમાન સહન કરી શકાય નહીં. તા.7ના ભાજપ વિરૂધ્ધ જંગી મતદાન કરીને શક્તિ દેખાડી દેજો. દરમિયાન વડાપ્રધાનની જ્યાં સભા યોજાઈ તે જામનગર અને જુનાગઢમાં આજે ક્ષત્રિયોનું મહાસંમેલન યોજાશે.
રાજકોટથી નીકળેલ ધર્મરથ શહેરના તમામ વોર્ડમાં ફર્યો તેમાં મોટી સફળતા મળી હતી, ક્ષત્રિયોએ ઠેરઠેર ભાજપ વિરૂધ્ધ પ્રતિસ્પર્ધીને મતદાનના સંકલ્પ, શપથ લેવાયા હતા અને આ ધર્મરથની પૂર્ણાહુતિ લેઉઆ પાટીદાર સમાજના આસ્થાકેન્દ્ર એવા ખોડલધામ ખાતે થઈ ત્યારે ત્યાં રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું.






