મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરત રેલવે સ્ટેશનના કેન્ટીનમાં ઉંદર પફ ખાતો હોવાનો વીડિયો વાયરલ થયા બાદ તંત્ર હરકતમાં, ફૂડ સ્ટોલ સીલ કરી કોન્ટ્રાક્ટ રદ કર્યો

સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ થતાં ચેડાંનો એક

સુરત રેલવે સ્ટેશનના કેન્ટીનમાં ઉંદર પફ ખાતો હોવાનો વીડિયો વાયરલ થયા બાદ તંત્ર હરકતમાં, ફૂડ સ્ટોલ સીલ કરી કોન્ટ્રાક્ટ રદ કર્યો
આ સમાચાર સાંભળો

સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ થતાં ચેડાંનો એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પ્લેટફોર્મ પર આવેલા એક ફૂડ સ્ટોલના માઇક્રોવેવ ઓવનની અંદર એક ઉંદર પફ ખાતો જોવા મળ્યો હતો. સ્ટેશન પર હાજર વ્યક્તિએ આ શરમજનક દૃશ્ય પોતાના મોબાઇલમાં શૂટ કરીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેતાં ભારે આક્રોશ ફેલાયો હતો.

વાયરલ વીડિયોથી રેલવે તંત્રમાં મચ્યો હડકંપ

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ પશ્ચિમ રેલવેના ઉચ્ચ અધિકારીઓ હરકતમાં આવ્યા હતા. સામાન્ય રીતે આવી ઘટનાઓમાં માત્ર દંડ ફટકારીને કાગળો બંધ કરી દેવામાં આવતા હોય છે, પરંતુ મુસાફરોના સ્વાસ્થ્ય સાથે થતી આવી ગંભીર બેદરકારી સામે રેલવે પ્રશાસને આ વખતે કડક વલણ અપનાવ્યું છે.

બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને પશ્ચિમ રેલવેએ દાખલો બેસાડતી આકરી કાર્યવાહી કરી છે. રેલવે તંત્ર દ્વારા સંબંધિત સંચાલક એજન્સી સામે કાયદેસરના પગલાં ભરીને ફૂડ સ્ટોલને કાયમ માટે સીલ કરી દેવામાં આવ્યો છે. આ સાથે જ સંબંધિત એજન્સીનો કોન્ટ્રાક્ટ પણ કાયમી ધોરણે રદ કરી દેવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો