ગોંડલમાં પાટીદાર યુવકને માર મારવાના મુદ્દા બાદ હવે ક્ષત્રિય સમાજ પણ મેદાનમાં
રાજકોટ જિલ્લાના ગોંડલમાં પાટીદાર યુવકને ઢોર માર મારવાના મામલા બાદ હવે ક્ષત્રિય સમાજ પણ મેદાને આવ્યો છે. ગોંડલમ

રાજકોટ જિલ્લાના ગોંડલમાં પાટીદાર યુવકને ઢોર માર મારવાના મામલા બાદ હવે ક્ષત્રિય સમાજ પણ મેદાને આવ્યો છે. ગોંડલમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકોએ રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું છે. ક્ષત્રિય સમાજ ભવન ખાતેથી રેલી યોજીને આવેદનપત્ર પાઠવ્યું છે. આવતીકાલે પાટીદાર સમાજે ગોંડલ બંધનું એલાન આપ્યું છે ત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા પણ આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
ક્ષત્રિય સમાજના બાળક પર બાળશોષણ થયું હોય તેવા આક્ષેપ કરવામાં આવ્યા હતા. ગોંડલમાં પાટીદાર અને ક્ષત્રિય સમાજના સામ સામે આક્ષેપો સામે આવી રહ્યા છે. જેને પગલે ગોંડલમાં પાટીદાર અને ક્ષત્રિય સમાજ સંપીને રહે છે તેવા નિવેદનો પણ સામે આવ્યા છે. પાટીદાર સમાજના 17 વર્ષે યુવકે ક્ષત્રિય સમાજના 13 વર્ષના યુવકને હેરાન કરતા હોવાના પણ આક્ષેપો લગાવવામાં આવ્યા હતા છે.




