BZ કૌભાંડ બાદ વધુ 2 કન્સલ્ટન્સીનું ઉઠમણું, રોકાણકારોને આપતી હતી ઊંચું વળતર
સાબરકાંઠા - અરવલ્લી જિલ્લામાંથી BZ કૌભાંડ બહાર આવતા હવે નાની મોટી પોન્ઝી સ્

સાબરકાંઠા - અરવલ્લી જિલ્લામાંથી BZ કૌભાંડ બહાર આવતા હવે નાની મોટી પોન્ઝી સ્કીમોં અને ફાયનાન્સ પેઢીઓમ ફફડાટ ફેલાયો છે. અરવલ્લી જિલ્લામાં પોન્ઝી સ્કીમોનો રાફડો ફાટ્યો છે. હવે મોડાસા બાયપાસ રોડ પર આવેલી બે કંપનીઓનું ઉઠામણું થયાના સમાચાર વહેતા થયા છે. બે કંપનીઓ ઓમટેક અને એઆર કન્સલ્ટન્સીનું ઉઠમણું થયાની ચર્ચાએ જોર પકડ્યું છે.
ઓમટેક અને એઆર કન્સલ્ટન્સીમાં રોકાણકારોના કરોડો રૂપિયા સલવાયાની શક્યતા વર્તાઈ રહી છે. આ કંપનીઓ દ્વારા રોકાણકારોને લલચાવી મહિનાના 5 થી 22 ટકા સુધી વ્યાજ આપતી હોવાની વિગત સામે આવી છે. કંપનીઓ દ્વારા રોકાણકારોને દર મહિને વ્યાજ આપતા ફોટોગ્રાફ વાયરલ થઇ રહ્યા છે. રોકાણકારોને આકર્ષવા મોબાઈલ જેવી મોંઘી ગિફ્ટ આપ્યાના પણ ફોટોગ્રાફ સામે આવ્યા છે.
બીઝેડ કૌભાંડ બહાર આવ્યા બાદ ફાયનાન્સ પેઢીઓ અને કંપીના સંચાલકો પુરાવા નાશ કરી ભૂગર્ભમાં ઉતરી ગયા છે. પોલીસની ચાંપતી નજર અને કાર્યવાહી બાદ ઓફિસ અને દુકાનોના શટરને તાળા મારી સંચાલકો ફરાર થઇ ગયા છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાના જમીન નામમજૂર થયા બાદ સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે.
6000 કરોડનું BZ કૌભાંડ બહાર આવતા એજન્ટો ભૂગર્ભમાં ઉતર્યા
ગુજરાતમાં BZ ગ્રુપના કરોડો રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું છે. BZ ગ્રુપનો CEO ભૂપેન્દ્રસિંહ ઝાલા એકના ડબલ કરવાની સ્કીમમાં ગુજરાત અને રાજસ્થાનમાંથી 6000 કરોડ ઉઘરાવ્યા પછી ફરાર થઇ ગયો છે. આ કૌભાંડ બહાર આવતા જ આ સ્કીમ સાથે જોડાયેલા એજન્ટો અને મોટા રોકાણકારો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. આ સ્કીમ થાકી 14 હજાર લોકો સાથે છેતરપિંડી થઇ હોવાનું સામે આવ્યું છે. આ મામલે CID ક્રાઇમ વધુ તપાસ કરી રહી છે.
11 કંપનીઓ રડારમાં, 27 બેન્ક એકાઉન્ટ ફ્રીઝ
CID ક્રાઇમની તપાસમાં સામે આવ્યું છે કે મહાઠગ અને આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલાએ રૂપીયાની હેરફેર માટે જુદી જુદી 11 જેટલી કંપનીઓ બનાવી હતી. ભુપેન્દ્રસિંહ ઝાલાએ જુદી જુદી બેંકોમાં 27 જેટલા બેન્ક એકાઉન્ટ ખોલાવ્યા હતા જેમાં શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા છે. CID ક્રાઇમની ટીમે આ તમામ એકાઉન્ટ હાલ તો ફ્રીઝ કરી તપાસ શરુ કરી છે. આ એકાઉન્ટ્સમાં રહેલી દોઢ કરોડ રૂપિયા જેટલી રકમ પણ ફ્રીઝ કરવામાં આવી છે. આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલાએ 82 કરોડમાં જે કોલેજ ખરી








